fbpx
રાષ્ટ્રીય

રાષ્ટ્રપતિ, શ્રીમતી દ્રૌપદી મુર્મુએ અમૃત ઉદ્યાનનું ઉદઘાટન કર્યું; ૩૦ માર્ચ, ૨૦૨૫ સુધી જાહેર જનતા માટે રહેશે ખુલ્લું

ભારતના રાષ્ટ્રપતિ, શ્રીમતી દ્રૌપદી મુર્મુએ ના હસ્તે ૧ ફેબ્રુઆરી, ૨૦૨૫ના રોજ અમૃત ઉદ્યાન શિયાળુ વાર્ષિક આવૃત્તિ ૨૦૨૫ના ઉદઘાટનમાં હાજરી આપી હતી. અમૃત ઉદ્યાન ૨ ફેબ્રુઆરીથી ૩૦ માર્ચ, ૨૦૨૫ સુધી જાહેર જનતા માટે ખુલ્લું રહેશે.

લોકો અઠવાડિયામાં છ દિવસ સવારે ૧૦ થી સાંજે ૬ વાગ્યા સુધી ઉદ્યાનની મુલાકાત લઈ શકે છે, સોમવાર સિવાય, જે જાળવણીના દિવસો છે. ઉદ્યાન ૫ ફેબ્રુઆરી (દિલ્હી વિધાનસભા માટે મતદાનને કારણે), ૨૦ અને ૨૧ ફેબ્રુઆરી (રાષ્ટ્રપતિ ભવનમાં મુલાકાતીઓના સંમેલનને કારણે) અને ૧૪ માર્ચ (હોળીને કારણે) બંધ રહેશે.

અમૃત ઉદ્યાન નીચેના દિવસોમાં ખાસ શ્રેણીઓ માટે ખુલ્લું રહેશેઃ-
• ૨૬ માર્ચ – દિવ્યાંગજન માટે
• ૨૭ માર્ચ – સંરક્ષણ, અર્ધલશ્કરી અને પોલીસ દળોના કર્મચારીઓ માટે
• ૨૮ માર્ચ – મહિલાઓ અને આદિવાસી મહિલા સ્વ-સહાય જૂથો માટે
• ૨૯ માર્ચ – વરિષ્ઠ નાગરિકો માટે
બાગમાં બુકિંગ અને પ્રવેશ મફત છે. બુકિંગ રંંॅજઃ//દૃૈજૈં.ટ્ઠિજરંટ્ઠિॅટ્ઠંૈહ્વરટ્ઠદૃટ્ઠહ.ર્ખ્તદૃ.ૈહ/ પર કરી શકાય છે. વોક-ઇન એન્ટ્રી પણ ઉપલબ્ધ છે.
બધા મુલાકાતીઓ માટે પ્રવેશ અને બહાર નીકળવાનો માર્ગ રાષ્ટ્રપતિ ભવનનો ગેટ નંબર ૩૫થી રહેશે, જે ઉત્તર એવન્યુ રાષ્ટ્રપતિ ભવનને મળે છે તેની નજીક છે. મુલાકાતીઓની સુવિધા માટે, સેન્ટ્રલ સેક્રેટરીએટ મેટ્રો સ્ટેશનથી ગેટ નંબર ૩૫ સુધી શટલ બસ સેવા સવારે ૯.૩૦ થી સાંજે ૬.૦૦ વાગ્યા સુધી દર ૩૦ મિનિટે ઉપલબ્ધ રહેશે.
મુલાકાતીઓ બાળકો માટે મોબાઇલ ફોન, ઇલેક્ટ્રોનિક ચાવીઓ, પર્સ/હેન્ડબેગ, પાણીની બોટલો અને દૂધની બોટલો લઈ જઈ શકે છે. જાહેર માર્ગ પર વિવિધ સ્થળોએ પીવાના પાણી, શૌચાલય અને પ્રાથમિક સારવાર/તબીબી સુવિધાઓની વ્યવસ્થા કરવામાં આવશે.

મુલાકાતીઓ માટેનો રૂટ બાલ વાટિકા – પ્લુમેરિયા થીમ ગાર્ડન – બોંસાઈ ગાર્ડન – સેન્ટ્રલ લૉન – લોંગ ગાર્ડન – સર્ક્‌યુલર ગાર્ડન હશે.મુલાકાતીઓ ઊઇ કોડ સ્કેન કરીને કોઈપણ પ્રદર્શન વિશે વિગતવાર માહિતી મેળવી શકે છે.
આ વર્ષે ટ્યૂલિપ્સની સાથે મુલાકાતીઓ ૧૪૦ વિવિધ પ્રકારના ગુલાબ અને ૮૦ થી વધુ અન્ય ફૂલો જાેઈ શકશે.
રાષ્ટ્રપતિ ભવન ૬ થી ૯ માર્ચ, ૨૦૨૫ દરમિયાન અમૃત ઉદ્યાનના ભાગ રૂપે વિવિધતા કા અમૃત મહોત્સવનું પણ આયોજન કરશે. આ વર્ષના મહોત્સવમાં દક્ષિણ ભારતનો સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો અને અનોખી પરંપરાઓ પ્રદર્શિત થશે.
અમૃત ઉદ્યાન ઉપરાંત, લોકો અઠવાડિયામાં છ દિવસ (મંગળવારથી રવિવાર સુધી) રાષ્ટ્રપતિ ભવન અને રાષ્ટ્રપતિ ભવન મ્યુઝિયમની પણ મુલાકાત લઈ શકે છે. તેઓ ગેઝેટેડ રજાઓ સિવાય દર શનિવારે ગાર્ડ પરિવર્તન સમારોહ પણ જાેઈ શકે છે. વધુ વિગતો રંંॅજઃ//દૃૈજૈં.ટ્ઠિજરંટ્ઠિॅટ્ઠંૈહ્વરટ્ઠદૃટ્ઠહ.ર્ખ્તદૃ.ૈહ પર ઉપલબ્ધ છે.

Follow Me:

Related Posts