અમરેલી

સાવરકુંડલામાં તાજેતરમાં વરસેલા કમોસમી માવઠાંને કારણે  શાકભાજીના પાકને અસર થતાં ભાવો આસમાને

સાવરકુંડલા આસપાસના વિસ્તારોમાં કમોસમી વરસાદથી ખેતરોમાં શાકભાજી સહિત ઉભા પાકોનો નાશ થતાં ખેડૂતની સાથે સાથે નાગરિકોને પણ મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવ્યો છે. ત્યારે સાવરકુંડલા તાલુકામાં કમોસમી વરસાદ વરસવાને કારણે શાકભાજીના ભાવ ખૂબ જ ઊંચા જોવા મળ્યા હતા અને કમોસમી વરસાદ થવાથી ખેતરોમાં શાકભાજી બગડી જવાને કારણે નવું શાકભાજીના ઉત્પાદનમાં હજુ વાર લાગે તેવી સ્થિતિ છે તેના કારણે શાકભાજીની  આવક ખૂબ ઓછી હોવાના કારણે ડિમાન્ડ અને સપ્લાયના નિયમ મુજબ માર્કેટમા શાકભાજી ખૂબ ઓછું આવતું હોય  શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે જેના કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે ! ગૃહિણીઓ શાકભાજી લેવા થેલી લઈને જાય છે પણ મોટેભાગે થેલીમાં ખૂબ ઓછું શાકભાજી ખરીદી શકે છે. 

અત્યારે ભાજી, ફ્લાવર, દુધી, રીંગણ , આંબા મોર, લીલી હળદર જેવા શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે જેના કારણે સામાન્ય માણસ શાકભાજી ખાવા અસમર્થ બન્યો છે અત્યારે શાકભાજીનું સ્થાન કઠોળ એ લીધું છે અને કરકસર કરી ઘરને ચલાવવું પડે છે કારમી મોંઘવારીમાં શાકભાજીના ભાવ આસમાને પહોંચતા આમ આદમી અને ખાસ કરીને ગૃહિણીઓ ખૂબ જ મુશ્કેલીમાં મુકાય છે વહેલી તકે શાકભાજીના ભાવ નિયંત્રણમાં આવે તેવી આમ પ્રજાની માંગ છે.

Related Posts