અમદાવાદ ગુજરાત વિદ્યાપીઠ ખાતે યોજાયેલ જ્ઞાનકુંભમાં આંસોદર પ્રાથમિક શાળાનું ગૌરવ.શિક્ષાસંસ્કૃતિ ઉત્થાન ન્યાસ અને ગુજરાત યુનિવર્સિટી ના સંયુક્ત ઉપક્રમે ગુજરાત વિદ્યાપીઠ પરીસરમાં ભારતના ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર ,રાજસ્થાન, છત્તીસગઢ, ગોવા અને મધ્યપ્રદેશ રાજ્યોનો જ્ઞાનકુંભ તારીખ ૩૦/૧૧/૨૪ અને ૦૧/૧૨/૨૪ ના રોજ યોજાયેલ બે દિવસ ગુજરાત વિદ્યાપીઠના પરીસરમાં જ્ઞાનકુંભ પ્રદર્શનનું આયોજન કરવામાં આવેલ. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી એ આ કાર્યક્રમને દિપ પ્રાગટ્ય સાથે પ્રદર્શન ખુલ્લુ મૂક્યું હતું. આ કાર્યક્રમ માં ૬ રાજ્ય માથી ૧૬ યુનિવર્સિટી ,૨૮ શાળાઓ અને ૮ જેટલા પ્રયોગશીલ શિક્ષકોને આમંત્રણ પાઠવેલ.તમામ મહાનુંભાવોએ સ્ટોલની મુલાકાત લઈ અભિનંદન પાઠવેલ.જે અંતર્ગત આંસોદર પ્રાથમિક શાળાના ધોરણ ૭ ના વિદ્યાર્થી વાવડીયા હેવન ,ડેર જેસલ અને માર્ગદર્શક સુરેશભાઈ નાગલા એ સુંદર પર્ફોમન્સ રજૂ કરી શાળા,ગામ,તાલુકા અને જિલ્લાનું ગૌરવ વધારેલ.
ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ ખાતે યોજાયેલ જ્ઞાનકુંભમાં આંસોદર પ્રાથમિક શાળાનું ગૌરવ. વાવડીયા હેવન ડેર જેસલ સુંદર પર્ફોમન્સ


















Recent Comments