અમરેલી

સાવરકુંડલાનું ગૌરવ: નીડર પત્રકાર ફારૂક કાદરીનો આજે જન્મદિવસ, ૩૭માં વર્ષમાં મંગલ પ્રવેશ

કલમ પકડી છે જ્યારે હાથમાં                        ત્યારે હકીકત હોય,

અમે અખબારના માણસ,                       અમારી એ જ મિલકત હોય.

​તમારા શબ્દમાં ગુંજે છે 

આખા લોકની વાચા,

સફર હો નેક તો પથ પર 

હંમેશા ખૂબ બરકત હોય.

–“પાંધી સર”

​પત્રકારત્વના ક્ષેત્રમાં પોતાની આગવી ઓળખ ઉભી કરનાર અને સાવરકુંડલાનું નામ રાજ્ય અને દેશસ્તરે રોશન કરનાર પત્રકાર ફારૂક કાદરી આજે તેમના જીવનના ૩૬ વર્ષ પૂર્ણ કરી ૩૭માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. આ અવસરે રાજકીય, સામાજિક અને શૈક્ષણિક જગતની હસ્તીઓ તેમજ બહોળા મિત્રવર્તુળ દ્વારા તેમના પર શુભેચ્છાઓનો અવિરત વરસાદ થઈ રહ્યો છે.

સાવરકુંડલાની આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યા બાદ, ફારૂક કાદરીએ નિષ્ઠાવાન પત્રકાર યાકુબભાઈ રસભર્યાની પ્રેરણાથી સાપ્તાહિક અખબાર દ્વારા પત્રકારત્વની શરૂઆત કરી હતી. છેલ્લા ૧૯ વર્ષથી તેઓ અમરેલી જિલ્લાના પ્રાણપ્રશ્નો અને છેવાડાના ગામડાઓની વ્યથાને વાચા આપી રહ્યા છે.

તેમણે ‘ગુજરાત સમાચાર’, ‘દિવ્ય ભાસ્કર’, ‘અવધ ટાઇમ્સ’ અને ‘અમરેલી એક્સપ્રેસ’ જેવા પ્રતિષ્ઠિત અખબારોમાં સેવાઓ આપી છે. પ્રિન્ટ મીડિયા બાદ ઇલેક્ટ્રોનિક મીડિયામાં પણ તેમનો ડંકો વાગ્યો છે. ‘એબીપી અસ્મિતા’ અને ‘જી.એસ. ન્યૂઝ’ બાદ હાલમાં તેઓ દેશની પ્રતિષ્ઠિત ન્યૂઝ ચેનલ ‘આજતક’, ‘બી.બી.સી. ન્યૂઝ’, ‘દૂરદર્શન’ અને ‘PTI’ સાથે સંકળાયેલા છે. આ ઉપરાંત ડિજિટલ પ્લેટફોર્મ જેવા કે ‘ગુજરાત તક’ અને ‘નવજીવન ન્યૂઝ’માં પણ તેઓ કાર્યરત છે.

માત્ર પત્રકારત્વ જ નહીં, પરંતુ સામાજિક જવાબદારીના ભાગરૂપે તેઓ સાવરકુંડલા સુન્ની મુસ્લિમ સમાજના પ્રમુખ તરીકે પણ સેવા આપી ચૂક્યા છે. આજે તેમના જન્મદિવસ નિમિત્તે તેમના મોબાઈલ નંબર 98795 60160 પર શુભકામનાઓનો પ્રવાહ વહી રહ્યો છે.

Related Posts