રાષ્ટ્રીય

ડિજિટલ ટ્રાન્સફોર્મેશન એવોર્ડ ૨૦૨૫ જીતવા બદલ પ્રધાનમંત્રીએ ભારતીય રિઝર્વ બેંક (RBI)ને બિરદાવી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ડિજિટલ ટ્રાન્સફોર્મેશન એવોર્ડ ૨૦૨૫ જીતવા બદલ ભારતીય રિઝર્વ બેંક (ઇમ્ૈં)ને બિરદાવી. સેન્ટ્રલ બેંકિંગ, લંડન, યુકે દ્વારા ઇમ્ૈં ને ડિજિટલ ટ્રાન્સફોર્મેશન એવોર્ડ ૨૦૨૫ થી સન્માનિત કરવામાં આવી છે, જે તેની ઇન-હાઉસ ડેવલપર ટીમ દ્વારા વિકસાવવામાં આવેલી તેની નવીન ડિજિટલ પહેલ – પ્રવાહ અને સારથી – ને માન્યતા આપે છે.
આ સિદ્ધિની પ્રશંસા કરતા, પ્રધાનમંત્રીએ ઠ પર લખ્યું:-
“એક પ્રશંસનીય સિદ્ધિ, જે શાસનમાં નવીનતા અને કાર્યક્ષમતા તરફ ભાર મૂકે છે.
ડિજિટલ નવીનતા ભારતના નાણાકીય ઇકોસિસ્ટમને મજબૂત બનાવવાનું ચાલુ રાખે છે, આમ તે અસંખ્ય જીવનને સશક્ત બનાવે છે.”

Related Posts