ગુજરાત

સેલવાસના સાયલી ક્રિકેટ સ્ટેડિયમ પાસે વડાપ્રધાન મોદી એ જંગી સભાને સંબોધી; ૧૦૫ કરોડનાં ખર્ચે દમણમાં વિકાસના ૭ કામોનું લોકાર્પણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બે દિવસ ગુજરાતની મુલાકાત દરમિયાન, વડાપ્રધાન દિલ્હીથી સુરત આવ્યા અને સેલવાસ પહોંચ્યા હતા. ત્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી રૂ. ૨૫૮૭ કરોડનાં વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. સેલવાસનાં સાયલી ક્રિકેટ સ્ટેડિયમ નજીક ઁસ્ મોદી વિશાળ સભાને સંબોધિત કરી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતથી સેલવાસ પહોંચ્યા બાદ સાયલી ક્રિકેટ સ્ટેડિયમ નજીક વિશાળ જનસભાને સંબોધિત કરી. દરમિયાન, રૂ. ૨૫૮૭ કરોડનાં વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરશે. આજે સેલવાસની નમો હોસ્પિટલ અને મેડિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની મુલાકાત લેશે. પીએમ મોદી દમણમાં સી-ફ્રન્ટ રોડ પરનાં ટ્રેક પર ટોય ટ્રેનનું લોકાર્પણ કરશે.
આ સાથેજ વડાપ્રધાન મોદી દીવમાં નવા સર્કિટ હાઉસનું પણ લોકાર્પણ કરશે. દમણમાં રૂ. ૧૦૫ કરોડના ખર્ચે વિકાસનાં ૭ કામોનું લોકાર્પણ કરશે. જ્યારે રૂ. ૧૫૦ કરોડનાં ખર્ચે દીવમાં વિકાસકામોનું લોકાર્પણ કરશે. જણાવી દઈએ કે સુરત એરપોર્ટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ અવસરે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર પાટીલ, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી અને અન્ય મંત્રીઓ સહિત સુરતનાં અગ્રણીઓ હાજર રહ્યા હતા.

Follow Me:

Related Posts