ગુજરાત

પધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગીર ના જંગલ સફારીથી દિવસની શરૂઆત કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જંગલ સફારી આનંદ લીધો અને અનોખા અંદાજ માં સિંહ દર્શન કર્યા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસના ત્રીજા દિવસ ની શરૂઆત જંગલ સફારી થી કરી હતી. જાે કે, જંગલ સફારી નીકળ્યા પહેલા પીએમ મોદીએ વિશ્વ વન્યજીવ દિવસ નિમિતે વન્ય સરક્ષણ માટેનો વીડિયો સોશીયલ મીડિયા દ્વારા શેર કર્યો હતો.

જંગલ સફારી માટે વનવિભાગના ઉચ્ચકક્ષાના અધિકારીઓ અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે વડાપ્રધાન મોદી સવારે ૬ કલાક ને ૩૦ મિનિટે ગીરના સાસણ ખાતે આવેલા ભંભાફોળ નાકાથી જંગલ સફારી પ્રવેશ કર્યો હતો. જેમાં જંગલ સફારીના રૂટ નંબર બે ઉપરથી ખુલ્લી જીપ્સીમાં સિંહ દર્શન માટે પહોચ્યા હતા. સિંહ દર્શન સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અનોખા અંદાજમાં જાેવા મળ્યા હતા તેમને સિંહ સિમ્બોલવાળી કેપ અને સોવીજેયર જેકેટ સાથે સિંહ દર્શન કર્યા હતા.

Follow Me:

Related Posts