વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાઉદી અરેબિયા પહોંચ્યા ત્યારે સૌપ્રથમ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવા માટે તેમના વિમાનને ૩ ફાઇટર વિમાનો દ્વારા એસ્કોર્ટ કરવામાં આવ્યું હતું. પીએમ મોદીનું રક્ષણ કરતા સાઉદી એરફોર્સનું હ્લ૧૫ આકાશમાં જાેવા મળ્યું હતુ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક પોસ્ટમાં ભારત અને સાઉદી અરેબિયા વચ્ચે વધતા સંબંધો પર ચર્ચા કરી. તેમણે સાઉદી અરેબિયાને એક વિશ્વસનીય મિત્ર અને વ્યૂહાત્મક સાથી ગણાવ્યું હતુ.
સાઉદીમાં, પીએમ મોદીને રોયલ સાઉદી એરફોર્સના હ્લ૧૫ વિમાન દ્વારા સુરક્ષા પૂરી પાડવામાં આવી છે. તેમણે કહ્યું કે ૨૦૧૯ માં વ્યૂહાત્મક ભાગીદારી પરિષદની રચના થઈ ત્યારથી, દ્વિપક્ષીય સંબંધોમાં નોંધપાત્ર વિસ્તરણ થયું છે. એક પોસ્ટમાં, પીએમ મોદીએ ક્રાઉન પ્રિન્સ અને વડા પ્રધાન હિઝ રોયલ હાઇનેસ પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનના આમંત્રણ પર સાઉદી અરેબિયાની તેમની બે દિવસીય રાજ્ય મુલાકાત વિશે માહિતી આપી હતી. પ્રધાનમંત્રી મોદી ટૂંક સમયમાં ખાડી દેશના બે દિવસના પ્રવાસ પર જેદ્દાહ પહોંચી શકે છે. પીએમ મોદીએ કહ્યું હતું કે બંને દેશોએ સંરક્ષણ, વેપાર, રોકાણ, ઉર્જા અને લોકો-થી-લોકોના સંબંધોના ક્ષેત્રોમાં પરસ્પર ફાયદાકારક અને મજબૂત ભાગીદારી વિકસાવી છે.
પીએમ મોદીએ કહ્યું કે ભારત અને સાઉદી અરેબિયા સાથે મળીને આગળ વધતા રહેશે. તેઓ ફક્ત આપણા લોકો માટે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે શાંતિ, પ્રગતિ અને સમૃદ્ધિ માટે સાથે મળીને કામ કરશે. ગ્લોબલડેટાની સાઉદી અરેબિયાના સંરક્ષણ બજાર અંગેની માહિતી અનુસાર, કિંગડમ મધ્ય પૂર્વ ક્ષેત્રમાં બોઇંગ-નિર્મિત સંરક્ષણ પ્લેટફોર્મના સૌથી મોટા ઓપરેટરોમાંનું એક છે. તેની રોયલ એરફોર્સ પાસે ૨૦૭ હ્લ-૧૫ જીછ અને ૬૨ હ્લ-૧૫ ઇગલ જેટ ફાઇટર છે. પીએમ મોદી ૨૨ અને ૨૩ એપ્રિલે સાઉદી અરેબિયાની મુલાકાતે જશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સાઉદી અરેબિયા પહોંચતજ હવામાં કરવામાં આવ્યું ભવ્ય સ્વાગત; ૩ ફાઇટર વિમાનો દ્વારા એસ્કોર્ટ કરવામાં આવ્યા

Recent Comments