વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની મોદી 3.O સરકારનું બજેટ ‘સિટીઝન ફર્સ્ટ’ સાકાર કરે છેઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની મોદી ૩.ર્ં સરકારના આ વર્ષના બજેટને વિકસિત ભારત જ્ર ૨૦૪૭ના સંકલ્પને પાર પાડવામાં નવી ચેતના જગાવનારું બજેટ ગણાવ્યું હતું.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે દેશની જનતા જનાર્દન ખાસ કરીને મધ્યમવર્ગીય અને ગરીબ પરિવારોની આશા આકાંક્ષા પુરી પાડનારા આ બજેટને ‘સિટિઝન ફસ્ટ’ બજેટ તરીકે સમગ્ર ગુજરાત વતી આવકાર્યું હતું.આ સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિ આધારિત વિકાસને વેગ આપતું આ બજેટ છે.
તેમાં એગ્રીકલ્ચર, સ્જીસ્ઈ, ઇન્વેસ્ટમેન્ટ અને એક્સપોર્ટ્સ ચાર એન્જિનને ગતિ માટેના મહત્વપૂર્ણ વિષયો આવરી લેવામાં આવ્યા છે. નાણાંમંત્રી શ્રીમતી ર્નિમલા સીથારમણએ કેન્દ્ર સરકારનું સતત આઠમું બજેટ વડાપ્રધાનશ્રીના દીશાદર્શનમાં પ્રસ્તુત કર્યું તે માટે તેમણે અભિનંદન પાઠવ્યા છે. મુખ્યમંત્રીશ્રીએ આ બજેટમાં મધ્યમ વર્ગ માટે અભૂતપૂર્વ કર લાભની કરવામાં આવેલી જાહેરાતથી મધ્યમવર્ગની બચતમાં વધારો થશે, વ્યવસાયિક વૃદ્ધિને ઉત્તેજન મળશે અને રોકાણ વધારવામાં મદદ મળશે, વધુ રોજગારીનું સર્જન થશે અને સમગ્ર રાષ્ટ્રને ફાયદો થશે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી.
તેમણે જણાવ્યું કે, ઇન્કમટેક્સના નવા સ્લેબને કારણે દેશના મધ્યમ અને ઉચ્ચ મધ્યમ વર્ગોને મોટી રાહત મળશે, આ માટે મુખ્યમંત્રીશ્રીએ વડાપ્રધાનશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. બજેટમાં અન્નદાતા (ખેડૂતો)ના કલ્યાણને પ્રાથમિકતા આપવામાં આવી છે, જેમાં કૃષિ ઉત્પાદકતામાં સુધારો અને કૃષિ આવક વધારવા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. કપાસ ઉત્પાદકતા માટેનું મિશન ખાસ કરીને ગુજરાતના ખેડૂતો માટે ફાયદાકારક થશે. કિસાન ક્રેડિટ કાર્ડ (દ્ભઝ્રઝ્ર) યોજના હેઠળ ક્રેડિટ મર્યાદામાં વધારો થતાં ખેડૂતો, માછીમારો અને પશુપાલકોને ફાયદો થશે એમ પણ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.
દેશમાં ઓછી કૃષિ ઉત્પાદકતા ધરાવતા ૧૦૦ જેટલા જિલ્લાઓ માટે “પી.એમ. ધન ધાન્ય યોજના” શરૂ કરવાના વડાપ્રધાનશ્રીના અભિગમને તેમણે આવકાર્યો હતો. આ યોજનાને પરિણામે ૧.૭૦ કરોડ ધરતીપુત્રોને ફાયદો થવા સાથે ગ્રામીણ વિકાસને વેગ મળશે અને માઇગ્રેશન અટકશે તેવો વિશ્વાસ શ્રી ભૂપેન્દ્ર પટેલે દર્શાવ્યો હતો. મેરીટાઈમ ઇન્ડસ્ટ્રી માટે લાંબા ગાળાના ધિરાણ માટે રૂ. ૨૫ હજાર કરોડના પ્રાવધાન સાથે મેરીટાઈમ ડેવલપમેન્ટ ફંડની સ્થાપનાની જાહેરાત ગુજરાત જેવા વિશાળ સમુદ્ર કિનારો ધરાવતા રાજ્ય માટે ઉપયુક્ત છે એમ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના સ્જીસ્ઈજને ક્રેડિટ ગેરંટી યોજનામાં નોંધપાત્ર વધારાને કારણે લાભ થશે તેની સરાહના કરતાં કહ્યું કે, યુવાનોને, ખાસ કરીને સ્ટાર્ટઅપ્સના સશક્તિકરણને મજબૂત કરવાની પ્રસંશનીય પહેલ કરવામાં આવી છે. તેનાથી આપણા યુવાનો જાેબ સીકર નહીં પરંતુ જાેબ ગીવર અને રોજગારીનું સર્જન કરતાં બનશે. મહિલાઓ, જીઝ્ર અને જી્ ઉદ્યોગસાહસિકો, ખાસ કરીને પહેલી વાર વ્યવસાય કરી રહેલા લોકો માટે ખાસ જાેગવાઈઓ એ સમાવિષ્ટ વિકાસને પ્રોત્સાહન આપવા તરફ એક આવકારદાયક પગલું છે એમ તેમણે ઉમેર્યુ હતું.
સમૃદ્ધ શહેરી કેન્દ્રો વિકસાવવા માટે, રૂ. ૧ લાખ કરોડના અર્બન ચેલેન્જ ફંડના નિર્માણ બદલ વડાપ્રધાનશ્રીને અભિનંદન આપીને આભાર માનતા શ્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યુ કે, આ પહેલ ગુજરાતના શહેરોની માળખાગત સુવિધાઓ સુધારવામાં મદદ કરશે.
ગિફ્ટ સિટીમાં ૈંહ્લજીઝ્રમાં કાર્યરત નાણાંકીય એકમોને એક્ઝમ્પશન, ડિડક્શન અને રિલોકેશનની જાેગવાઈઓ ૩૧મી માર્ચ, ૨૦૩૦ સુધી લંબાવવામાં આવી છે અને ગિફ્ટ સિટીમાં ઇન્સ્યોરન્સ સેક્ટરમાં મોટા બેનિફિટ આપવામાં આવ્યા છે તે માટે તેમણે વડાપ્રધાનશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.
ગુજરાત દેશના વિકાસના ગ્રોથ એન્જિન તરીકે વિકસિત ભારતજ્ર૨૦૪૭માં પણ અગ્રેસર રહેવા સજ્જ છે અને આ બજેટની જાેગવાઈઓ તેમાં નવું બળ પૂરું પાડશેરૂ એવો વિશ્વાસ મુખ્યમંત્રીશ્રીએ દર્શાવ્યો હતો.
વિકસિત ભારતજ્ર૨૦૪૭ માટે દેશના રાજ્યો પણ સંપૂર્ણ વિકસિત બને તેવી નેમ વડાપ્રધાનશ્રીએ રાખી છે. આ નેમને સાકાર કરતું સર્વગ્રાહી અને તમામ સમાજના સૌ વર્ગો માટે લાભદાયી બજેટ આપવા માટે વડાપ્રધાનશ્રીનો અને નાણામંત્રીશ્રીનો સમગ્ર ગુજરાત વતી મુખ્યમંત્રીશ્રીએ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
Recent Comments