અમરેલી

પ્રધાન મંત્રી આવાસ અંગે સામાન્ય ક્ષતિ દૂર કરી લાભાર્થી ઓને ઘર નું ઘર આપો. કાયદા મંત્રી વેકરિયા ને અવગત કરતા અગ્રણી અમરશીભાઈ નારોલા

દામનગર શહેર ના પ્રધાન મંત્રી આવાસ યોજના માટે લબડતા ૫૦ જેટલા લાભાર્થી પરિવારો એ વર્ષ ૨૦૧૯ થી સતત ઘર ના ઘર માટે દરખાસ્ત કરી પણ પાલિકા તંત્ર એ છ વર્ષ સુધી પ્રધાન મંત્રી આવાસ યોજના ની દરખાસ્તો માં અભિપ્રાય ન આપતા દરખાસ્ત માં સબમિટ આવક ના દાખલા ઓ મર્યાદા પૂર્ણ થતાં લાભાર્થી ઓને ઇનવોર્ડ કરાયેલ દરખાસ્ત પરત અપાય અને તાજેતર ના આવક દાખલા જોડી  ફીઝીકલ દરખાસ્તો ને ડિજિટલ પ્લેટ ફોમ થી ઓન લાઈન ફરજ પડાય હતી ખૂબ ખર્ચ બાદ લાભાર્થી ઓને  સામાન્ય ક્ષતિ ઓને કારણ બનાવી પ્રધાન મંત્રી આવાસ થી વંચિત રાખવા ના નિર્ણય સામે ભારે કચવાટ ઉભો થતા લાભાર્થી ઓ એ અંતે સિનિયર ભાજપ અગ્રણી અમરશીભાઈ નારોલા સમક્ષ રજૂઆત કરતા સ્થાનિક કક્ષા એ ઉભી થયેલ સામાન્ય ક્ષતિ અંગે ગુજરાત સરકાર ના કાયદા મંત્રી કોશિકભાઈ વેકરિયા ને વિગતે અવગત કરતો પત્ર પાઠવતા અમરશીભાઈ નારોલા દ્વારા પ્રધાનમંત્રી આવાસ માટે વર્ષ ૨૦૧૯ થી ઘર ના ઘર ની રાહ માં રહેલ ૫૦ જેટલા લાભાર્થી ઓ જેવા કે ભાયું ભાગ સંમતિ વારસાઈ નિરાધાર દીકરો ન હોય તેવા તેમજ દસ્તાવેજ પછી ના રેવન્યુ વહેવારો સીટી સર્વે માં એન્ટ્રી ન કરાવી શકેલ ગરીબ પરિવારો ને આવા કારણોસર લાભાર્થી તરીકે રદ કરવા વ્યાજબી નથી એકબાજુ સરકાર છેવાડા ના લાભાર્થી ઓને લાભવીંત કરવા પ્રત્યનશીલ હોય અને બીજી બાજુ સ્થાનિક તંત્ર ના તુમાર ના કારણે વર્ષ ૨૦૧૯ થી લબડતા જરૂરિયાતમંદ ગરીબ પરિવારો ને આવી સામાન્ય ક્ષતિ ઓ દૂર કરી પ્રધાન મંત્રી આવાસ યોજના હેઠળ સમાવેશ કરવા કાયદા મંત્રી વેકરિયા ને વિગતે અવગત કરતા અમરશીભાઈ નારોલા એ રજુઆત કરી છે કાયદા મંત્રી સમક્ષ આવી સામાન્ય ક્ષતિ અંગે ધ્યાન દોરી ગરબા પરિવારો ને ઘર નું ઘર મળે તે માટે આવાસ યોજના ની એજન્સી અને સરકાર વચ્ચે સંકલન રૂપ બની યોગ્ય નિર્ણય કરવા વિનંતી કરાય છે

Related Posts