બેરોજગાર યુવાનો માટે પી.એમ. ઈન્ટર્નશીપ યોજનાનો લાભ લેવા માટેની સુવર્ણ તકભારત સરકાર દ્વારા ભારતની ટોચની ૩૦૦+ અગ્રણી કંપનીમાં બેરોજગાર ઉમેદવારો માટે પી.એમ. ઈન્ટર્નશીપ યોજના અમલમાં આવેલ છે. જેમાં ધોરણ-૧૦, ધોરણ-૧૨, આઈ.ટી.આઈ., ડિપ્લોમા, તથા ગ્રેજ્યુએટની શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોને ભારતની ટોચની અગ્રણી કંપનીમાં ૧૨ માસ માટે ઈન્ટર્નશીપ યોજનાનો વિનામૂલ્યે લાભ મેળવી શકશે. જેની શૈક્ષણિક લાયકાત એસ.એસ.સી (ધોરણ-૧૦), એચ.એસ.સી (ધોરણ-૧૨) , આઈ.ટી.આઈ, ડિપ્લોમા તથા ગ્રેજ્યુએટ છે.
અન્ય શરતો મુજબ ઉંમરની લાયકાત ૨૧ થી ૨૪ વર્ષ, ફુલ ટાઈમ નોકરી કે અભ્યાસ કરતા ના હોવા જાેઈએ, પરિવારમાં કોઈપણ સભ્ય સરકારી નોકરી કરતા ના હોવા જાેઈએ તેમજ આવક મર્યાદા વાર્ષિક ૮ લાખ કે તેથી ઓછી હોવી જાેઈએ,સરકારની કોઈ એપ્રેન્ટીસ યોજના કે અન્ય ઈન્ટર્નશીપ કરેલ ના હોવી જાેઈએ.
પ્રધાનમંત્રી ઇન્ટર્નશીપ યોજનામાં મળતા લાભોની વાત કરવામાં આવે તો, ભારતની અગ્રણી કંપનીઓમાં ૧૨ માહીના સુધી ઇન્ટર્નશીપ કરવાની અમૂલ્ય તક તથા માસિક ઈન્ટરશીપ એલાઉન્સ રૂ. ૫,૦૦૦ અને રૂ.૬,૦૦૦ મળવાપાત્ર રહેશે.
પી.એમ. ઈન્ટર્નશીપ યોજના અંતર્ગત ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે છેલ્લી તા.૧૨/૦૩/૨૦૨૫ સુધીમાં ઉમેદવાર પોતાની જાતે અરજી કરી શકશે, તેમજ અરજી કરવાં જીલ્લા રોજગાર કચેરી, ગાંધીનગર રૂબરૂ સંપર્ક કરવો. વેબસાઈટ : ુુુ.ॅદ્બૈહંીહિજરૈॅ.દ્બષ્ઠટ્ઠ.ર્ખ્તદૃ.ૈહ પી.એમ. ઈન્ટર્નશીપ યોજના અંતર્ગત અરજી કરવા માટેની રીત
? પોર્ટલ પર પ્રોફાઈલ બનાવવી ત્યારબાદ ફરી લોગીન કરી ઈન્ટર્નશીપમાં અપ્લાય કરવું.
? અરજી સમયે આધાર નંબર સાથે લીંક ધરાવતો મોબાઈલ નંબર રાખવો.
? અરજી સમયે આધાર નંબર સાથે સીડ કરાવેલ બેંક અકાઉન્ટની વિગત રાખવી.
? અરજી સમયે જરૂરી ડોક્યુમેન્ટ સાથે રાખવા. ૧) આધાર કાર્ડ ૨) શૈક્ષણિક લાયકાતના તમામ પ્રમાણપત્રો
વિનામૂલ્યે રજીસ્ટ્રેશન કરાવવા તેમજ અન્ય માહિતી માટે જિલ્લા રોજગાર વિનિમય કચેરી, ‘‘સી‘‘ વિંગ, પહેલો માળ સહયોગ સંકુલ, પથીકાશ્રમની બાજુમાં, સિવિલ હોસ્પિટલની સામે, સેક્ટર-૧૧, ગાંધીનગર નો રૂબરૂ સંપર્ક કરવો અથવા ૦૭૯-૨૩૨૨૦૯૬૬ ઉપર ફોન કરવો. પી.એમ. ઈન્ટર્નશીપ યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરેલ ઉમેદવારોએ માહિતી અત્રેની કચેરીનાં કોન્ટેક્ટ નંબર ૦૭૯-૨૩૨૨૦૯૬૬ પર અવશ્ય જાણ કરવાની રહેશે.તેમ જીલ્લા રોજગાર વિનિમય કચેરી, ગાંધીનગરની અખબારી યાદીમાં જણાવાયું છે.
Recent Comments