પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજના:- પાયલોટ રાઉન્ડ ૨ લાઇવ છે અને અરજી કરવાની છેલ્લી તારીખ ૧૨ માર્ચ ૨૦૨૫ છે

પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ સ્કીમ (પીએમઆઈએસ)ની શરૂઆત તાજેતરમાં વર્ષ ૨૦૨૪-૨૫નાં કેન્દ્રીય બજેટમાં થઈ હતી, જેનો ઉદ્દેશ આગામી પાંચ વર્ષમાં ૨૧થી ૨૪ વર્ષની વચ્ચેનાં એક કરોડ યુવાનોને ઇન્ટર્નશિપની તકો પ્રદાન કરવાનો છે. આ પહેલ ૧૨ મહિનાના સમયગાળા માટે વિવિધ ઉદ્યોગોમાં વાસ્તવિક જીવનના વ્યવસાયિક વાતાવરણના હેન્ડ-ઓન એક્સપોઝર પ્રદાન કરશે. આ યોજનાનો અમલ કોર્પોરેટ બાબતોના મંત્રાલય અને ભારતીય કોર્પોરેટ લો સર્વિસ (આઈ.સી.એલ.એસ.)ના તેના અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે.
પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજના હેઠળ મુખ્ય લાભો:
વર્તમાન કૌશલ્ય વિકાસ અને એપ્રેન્ટિસશીપ યોજનાઓથી અલગ, પીએમઆઈએસ સ્વતંત્ર રીતે કામ કરે છે, જે અર્થપૂર્ણ ઇન્ટર્નશિપ અનુભવો બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
માસિક સહાય: ૧૨ મહિના માટે દર મહિને રૂ. ૫,૦૦૦.
એક વખતની ગ્રાન્ટ: આકસ્મિક ખર્ચ માટે રૂ. ૬,૦૦૦.
ટોચની ૫૦૦ કંપનીઓ તરફથી ઇન્ટર્નશિપનું પ્રમાણપત્ર.
એક્સપોઝર: અગ્રણી કંપનીઓમાં ઇન્ટર્નશિપ, મૂલ્યવાન કાર્યનો અનુભવ પૂરો પાડે છે.
પાયલોટ રાઉન્ડ ૨ આજની તારીખે લાઇવ છે અને અરજી કરવાની છેલ્લી તારીખ ૧૨ માર્ચ ૨૦૨૫ છે: પ્રાદેશિક નિયામક – ઉત્તર પશ્ચિમ ક્ષેત્ર, અમદાવાદના અધિકારક્ષેત્રમાં આવતા ચાર રાજ્યોની ટોચની કંપનીઓ દ્વારા ૨૫,૩૩૮ તકો આપવામાં આવી છે. પાયલોટના રાઉન્ડ ૨માં ઓલ ઇન્ડિયા તકો વિવિધ ક્ષેત્રોમાં ૧.૧૦ લાખથી વધુ છે.
ઇન્ફોર્મેશન, એજ્યુકેશન એન્ડ કમ્યુનિકેશન (આઇઇસી) મુખ્ય વિશેષતાઓ – ગુજરાત
પીએમઆઈએસ એક નવી યોજના હોવાથી પ્રાદેશિક નિયામક દ્વારા ચાર રાજ્યોમાં કોર્પોરેટ બાબતોના મંત્રાલયના પ્રાદેશિક નિયામક શ્રી એમ કે સાહુ (આઈ.સી.એલ.એસ.) ના નેતૃત્વ હેઠળ યુવા જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. એલ.જે. યુનિવર્સિટી અમદાવાદ દ્વારા ૦૭.૦૩.૨૦૨૫ના રોજ આઈઈસી અભિયાન અંતર્ગત નવીનતમ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં ૬૫૦ જેટલા વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.
રીઝીનલ ડિરેક્ટરેટના નાયબ નિયામક અને પીએમઆઈએસ માટે પ્રાદેશિક નોડલ અધિકારી સુશ્રી અંકિતા લાહોટીએ (આઈ.સી.એલ.એસ.) એ માહિતી આપી હતી કે યુવાનોને પીએમઆઈએસથી લાભ મળી શકે તે માટે સંભવિત ઉમેદવારો સુધી પહોંચવા માટે ચાર રાજ્યોમાં ૧૬થી વધુ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમણે એવી પણ માહિતી આપી હતી કે આ કાર્યક્રમોમાં ૫,૨૦૦થી વધુ ઉમેદવારોએ ભાગ લીધો હતો અને ૫૦ ટકાથી વધુ ઉપસ્થિતોએ પીએમઆઈએસ માટે નોંધણી કરાવવા માટે રસ દાખવ્યો હતો.
ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, અને મહેસાણામાં યુવા જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ કાર્યક્રમોનું આયોજન કરવા માટે કંપનીઝ-ગુજરાતના રજિસ્ટ્રાર શ્રી કીર્તિ થેજ (આઈ.સી.એલ.એસ. તથા આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ-ગુજરાત, શ્રી નિમેષ રાઠોડ, સીઆઈઆઈ, શ્રી અમિત ભાવસાર, ફિક્કી અને રાજ્ય સરકાર સાથે ભાગીદારી કરી હતી.
સુશ્રી અંકિતા લાહોટી (આઈ.સી.એલ.એસ.) એ અમને વધુમાં માહિતી આપી હતી કે, પીએમઆઈએસના વ્યાપક પહોંચ માટે સંબંધિત રાજ્ય સરકારો સાથે ભાગીદારીમાં પ્રાદેશિક નિદેશાલય- ઉત્તર પશ્ચિમ દ્વારા ૨૮ ફેબ્રુઆરી, ૨૦૨૫ ના રોજ “પ્રાદેશિક પીએમઆઈએસ દિવસ”નું આયોજન કરવામાં આવ્યું હતું. આ દિવસે ગુજરાત રાજ્ય સહિત ચારેય રાજ્યોની દરેક આઈટીઆઈ, પોલીટેકનિક અને ગ્રેજ્યુએશન કોલેજમાં પીએમ ઈન્ટર્નશીપ સ્કીમ અંગે સેમિનારો યોજાયા હતા. આશરે ૩,૯૯૮ આઇટીઆઇ, પોલિટેકનિક કોલેજાે, એન્જિનિયરિંગ કોલેજાે, યુનિવર્સિટીઓ અને અન્ય શાળાઓ /કોલેજાેએ તેમના પરિસરમાં પીએમઆઇએસ દિવસની ઉજવણી કરી હતી. પીએમઆઈએસ દિવસની ઉજવણીમાં ૮૫,૦૦૦થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને લગભગ ૨૦૦૦ વિદ્યાર્થીઓએ સ્થળ પર જ નોંધણી કરાવી હતી.
Recent Comments