અમરેલી

ધારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે તા.૧૩ અને તા.૧૪ મે એ યોજાશે પ્રધાનમંત્રી નેશનલ એપ્રેન્ટિસ ભરતી અને પ્લેસમેન્ટ મેળો

આગામી તા.૧૩ અને  તા.૧૪ મે, ૨૦૨૫ મંગળ અને બુધવારના રોજ ધારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે પ્રધાનમંત્રી નેશનલ એપ્રેન્ટીસ ભરતી તેમજ પ્લેસમેન્ટ મેળો યોજાશે. આ ભરતી મેળો બપોરે ૧૨.૦૦ કલાકથી યોજાશે.   ભરતીમેળામાં ધો.૧૨ પાસ આઈ.ટી.આઈ. ટ્રેડમાં ફિટર, મિકેનિક, ડિઝલ ટર્નર, વેલ્ડર, મશિનિસ્ટ, ડ્રાફ્ટમેન મિકેનિક, ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિક, ટુલ રુમ ઓપરેટર,  ડિપ્લોમા પાસ આઉટ તાલીમાર્થીઓ ભાગ લઈ શકશે. આ ભરતી મેળામાં, સાણંદ સ્થિત ટાટા મોટર્સ પ્લાન્ટ માટે એપ્રેન્ટિનશીપ, મહિન્દ્ર ઓટોમેટિવ રાજકોટ માટે કંપની ટ્રેઇની, ઓરબીટ બેરિંગ્સ ઇન્ડિયા પ્રા.લિ. સહિતની કંપનીઓ માટે મશીન ઓપરેટરની જગ્યાઓ માટે પસંદગી થશે. આ ભરતી મેળામાં ભાગ લેવા માટે આધાર કાર્ડ અને શૈક્ષણિક લાયકાતના દસ્તાવેજ સાથે, ધારી આઇ.ટી.આઇ, હમખીમડી, તુલશીશ્યામ રોડ ખાતે ઉપસ્થિત રહેવું, તેમ ધારી ઔદ્યોગિક તાલીમ સંસ્થાના આચાર્યશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.

Related Posts