અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં માળખાકીય સુવિધાઓને વધુ સુદૃઢ બનાવવાના ભાગરૂપે આજે
મહત્વપૂર્ણ વિકાસ કાર્યોનો શુભારંભ કરવામાં આવ્યો. આ અંતર્ગત, થોરડીથી આદસંગ ખાંભા સુધીના ₹ 7 કરોડના ખર્ચે નિર્માણ પામનાર રોડ અને
ધજડીથી સાંકરપરા થઈને મિતિયાળા સુધીના ₹ 3.2 કરોડના ખર્ચે નવીનીકરણ થનાર રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.આ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત
સ્થાનિક ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલા અને ધારાસભ્યશ્રી જે.વી. કાકડીયા તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અતુલભાઈ કાનાણીના વરદ હસ્તે
સંપન્ન થયું. આ પ્રસંગે મોટી સંખ્યામાં સ્થાનિક આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલાએ આ પ્રસંગે
જણાવ્યું હતું કે, “આ રોડના નવીનીકરણથી આસપાસના ગામોના લોકોને અવરજવરમાં ઘણી સુગમતા રહેશે. વિકાસ એ સરકારની પ્રાથમિકતા છે અને
અમે અમારા વિસ્તારના લોકોની સુખાકારી માટે સતત પ્રયત્નશીલ છીએ.”ધારાસભ્યશ્રી જે.વી. કાકડીયાએ પણ આ વિકાસ કાર્યોને પ્રદેશના વિકાસ માટે
મહત્વપૂર્ણ ગણાવ્યા હતા. તેમણે ઉમેર્યું હતું કે, “ગ્રામ્ય વિસ્તારોમાં સારી કનેક્ટિવિટી હોવી એ વિકાસની પૂર્વશરત છે અને આ દિશામાં આ એક મોટું
પગલું છે.”જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અતુલભાઈ કાનાણીએ આ વિકાસ કાર્યો માટે સરકારનો આભાર માન્યો હતો અને જણાવ્યું હતું કે, “ભાજપ
સરકાર હંમેશાં લોકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને વિકાસના કામો કરે છે અને આ રોડનું નવીનીકરણ તેનું ઉત્તમ ઉદાહરણ છે.”આ વિકાસ કાર્યો પૂર્ણ
થવાથી આસપાસના ગ્રામ્ય વિસ્તારોના લોકોને તાલુકા અને જિલ્લા સ્તરે પહોંચવામાં સરળતા રહેશે, તેમજ આર્થિક અને સામાજિક પ્રગતિને પણ વેગ
મળશે. સ્થાનિક લોકોએ આ વિકાસ કાર્યોનો શુભારંભ થવા બદલ આનંદ વ્યક્ત કર્યો હતો.
આ કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલા,ધારાસભ્યશ્રી જે.વી.કાકડિયા,જિલ્લા ભાજપ પ્રમુખશ્રી અતુલભાઈ
કાનાણી,તાલુકા પંચાયત પ્રમુખશ્રી જીતુભાઈ કાછડીયા,શહેર ભાજપ પ્રમુખશ્રી અનિરૂઘ્ઘસિંહ રાઠોડ,તાલુકા ભાજપ પ્રમુખશ્રી રજનીભાઈ
ડોબરીયા,ખાંભા તાલુકા ભાજ૫ પ્રમુખશ્રી આનંદભાઇ ભટ્ટ,એ.પી.એમ.સી.ચેરમેનશ્રી દિ૫કભાઇ માલાણી,જીલ્લા પંચાયતના સિંચાઇ સમિતીના
ચેરમેનશ્રી લાલભાઇ મોર,જીલ્લા પંચાયત સદસ્યશ્રી શરદભાઇ ગૌદાની તથા શ્રી અરવિંદભાઇ ચાવડા,તાલુકા પંચાયત હોદેદારશ્રીઓ,તાલુકા પંચાયતના
સદસ્યોશ્રી દિ૫કભાઇ મકવાણા,પ્રફુલભાઇ વેકરીયા તથા ખીમજીભાઇ બગડા તેમજ આદસંગ સરપંચશ્રી લખુભાઇ ચાંદુ તથા મોટા ભમોદ્રા સરપંચ
ભાવેશભાઇ ખુંટ તથા ઘજડી ગામના સરપંચશ્રી ભરતભાઇ ઘડુક તથા કૃષ્ણગઢ સરપંચશ્રી હર્ષદભાઇ મુંજ૫રા તથા તાલુકા સંગઠન હોદેદારશ્રીઓ તથા
તાલુકા ભાજ૫ અગ્રણીશ્રી નિલેશભાઇ કચ્છી,પ્રકાશભાઇ પાનસુરીયા,સંજયભાઇ બરવાળીયા,ભુપેન્દ્રભાઇ ખુમાણ,ભોળાભાઇ ઢોલરીયા સહિત
કાર્યકર્તાઓ તથા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આ થોરડી-આદસંગ-ખાંભા રોડ અને ધજડી-સાકરપરા-મિતિયાળા રોડનું નવીનીકરણના
કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.તેવુ સત્વ અટલધારા કાર્યાલયના ઇન્ચાર્જ જે.પી. હીરપરાએ અખબારી યાદીમાં જણાવ્યું છે.
Recent Comments