અમરેલી

અમરેલીના શાસ્ત્રીનગરમાં ખાનગી કંપનીનું પ્લેન ક્રેશ; એકનું મોત

અમરેલીના ગીરિયા રોડ પર શાસ્ત્રીનગરમાં ખાનગી કંપનીનું વિમાન ક્રેશ થતાં મોટી દુર્ઘટના સર્જાઇ છે. પ્લેન ક્રેશ થતા બ્લાસ્ટ થયો હતો. જાેરદાર અવાજથી આસપાસના વિસ્તારમાં ભય ફેલાયો હતો. લોકોમા અફરા તફરી મચી જવા પામી હતી. વિમાનમાં સવાર એક વ્યક્તિનું મોત થયું છે. વિમાન દુર્ઘટનાની જાણકારી મળતા જ પોલીસ કાફલો તથા ફાયર વિભાગના જવાનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
આ અકસ્માત અંગે સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, રહેણાંક વિસ્તારમાં ખાનગી કંપનીનું વિમન ક્રેશ થયા પછી બ્લાસ્ટ થયો હતો, જેના કારણે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. ફાયર વિભાગની ટીમ અને પોલીસ તંત્ર સહિતનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને બચાવની કામગીરી હાથ ધરી હતી. આ દુર્ઘટનામાં એક જ વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું છે. આ વિમાન ક્રેશના કારણો અંગે તપાસ શરૂ કરવામાં આવી છે, અને અધિકારીઓ ઘટનાની વિગતવાર તપાસ કરી રહ્યા છે.
આ પ્લેન જે ખાનગી કંપની દ્વારા ચલાવવામાં આવતું હતુ તેમાં પાઇલટ ટ્રેનિંગ માટે ઉપયોગમાં લેવાતું હતું. જેમાં પાઇલટ ટ્રેનિંગ પ્લેન ઉડાડી રહેલા અનિકેત મહાજનનું મોત થયું છે. દુર્ઘટનામાં માત્ર એક જ વ્યક્તિ સવાર હતી, જેમણે જીવ ગુમાવ્યો છે. પ્લેન ક્રેશનાં કારણો અંગે તપાસ શરૂ કરવામાં આવી છે અને અધિકારીઓ ઘટનાની વિગતવાર તપાસ કરી રહ્યા છે. સ્થાનિક લોકોમાં આ ઘટનાને લઈને ચિંતા વ્યાપી રહી છે, અને અધિકારીઓએ સુરક્ષા વ્યવસ્થાઓને વધુ મજબૂત બનાવવાની ખાતરી આપી છે.

Related Posts