ગુજરાત

હાલોલ ગ્રામ્ય પોલીસ મથકે ફરજ બજાવતા પ્રોબેશનર પીએસઆઈને ૧ લાખની લાંચ લેતા એસીબી એ રંગેહાથ ઝડપી પડ્યા

એન્ટિ કરપ્શન બ્યૂરો (એસીબી) દ્વારા પંચમહાલ જિલ્લાનાં હાલોલ ગ્રામ્ય પોલીસ મથકે ફરજ બજાવતા પ્રોબેશનર પીએસઆઇને એક લાખ રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડયા હતા. આરોપીને વોન્ટેડ જાહેર કરી મારઝૂડ અને હેરાન નહિં કરવા માટે પીએસઆઈએ ૨.૫૦ લાખની લાંચ માગી હતી. જાે કે, આરોપીએ એક લાખની જ સગવડ થઈ હોવાનું જણાવ્યું હતું.

આરોપી પ્રોબેશનર પીએસઆઇને લાંચની રકમ ન આપવા માગતો હોવાથી ગોધરા એસીબી પોલીસ મથકે ફરિયાદ કરી હતી. આ ફરિયાદનાં આધારે એસીબીની ટીમે પ્રોબેશનર પીએસઆઇને લાંચ લેતા ઝડપી પાડવા માટે છટકું ગોઠવ્યું હતું. એસીબી નાં ગોઠવેલા છટકામાં મેહુલ ભરવાડ લાંચની રકમ સ્વીકારતા અને હેતુલક્ષી વાતચીત કરતાં ઝડપાયા છે. આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે.

હાલોલ ગ્રામ્ય પોલીસ મથક ખાતે પ્રોબેશનર પીએસઆઇની લાંચ કેસમાં ધરપકડ કરવામાં આવી છે. હાલોલ ગ્રામ્ય પોલીસ મથકે ફરજ બજાવતા પ્રોબેશનર પીએસઆઇ મેહુલ ભરવાડને ૧ લાખ રૂપિયાની લાંચ લેતા એસીબીની ટીમે રંગેહાથ ઝડપ્યા છે. આરોપ અનુસાર, તાજેતરમાં હાલોલ ગ્રામ્ય પોલીસે ટ્રેકટર છેતરપિંડીનાં ગુનામાં એક આરોપીની ધરપકડ કરી હતી. આ આરોપીને વોન્ટેડ જાહેર કરી મારઝૂડ અને હેરાન નહિં કરવા બદલ પ્રોબેશનર પીએસઆઇ મેહુલ ભરવાડે રૂ. ૨.૫૦ લાખની લાંચ માગી હતી. જાે કે, આરોપીએ રૂ. ૧ લાખની જ સગવડ થઈ હોવાનું જણાવ્યું હતું. આથી, પીએસઆઇ એ હાલોલ ગ્રામ્ય પોલીસ મથકે આવી જવા માટે કહ્યું હતું અને ત્યારે તે એસીબીના સામે લાંચ માંગવાના કેસમાં રંગે હાથ ઝડપાઇ ગયા હતા.

Follow Me:

Related Posts