ભાવનગર

ભાવનગર એરપોર્ટ ખાતે ફલાઇટ ઓપરેશન્સને પ્રતિકુળ અસર કરતા લેસર બીમના ઉત્સર્જનને રોકવા માટે જાહેરનામું બહાર પડાયું

ભાવનગર એરપોર્ટ ખાતે ફલાઇટ ઓપરેશન્સને પ્રતિકુળ અસર કરતા લેસર બીમના ઉત્સર્જનને રોકવા માટે પર્યાપ્ત પગલા લેવા જરૂરી છે.DGCA નાગરિક ઉડ્ડયન આવશ્યકતા.એરોડ્રોમ ધોરણો મુજબ”એરોડ્રોમ નજીક નોન-એરોનોટિકલ ગ્રાઉન્ડ લાઇટ કે જે એરક્રાફ્ટની સલામતીને જોખમમાં મૂકે છે.તેના સ્ક્રીનીંગ માટે જોગવાઇ થયેલ છે, જેથી ઉડ્ડયનના જોખમને દૂર કરી શકાય.”ઉચ્ચ-સંચાલિત લેસર લાઇટ (high bearn laser light) એરક્રાફ્ટ ઓપરેશનમાં ગંભીર સમસ્યાઓનું કારણ બની શકે છે. લેસર ઉપકરણોની એકટીવીટીની પ્રવૃત્તિઓ એરોડ્રોમની નજીકમાં થાય છે. ખાસ કરીને ટેક ઓફ અને લેન્ડિંગ સાથે સંકળાયેલ ફ્લાઇટના નિર્ણાયક તબક્કાઓ દરમિયાન ત્યારે ઉડ્ડયન માટે જોખમં વધી જાય છે.

ઉકત વિગતે ફલાઇટ ઓપરેશન્સને પ્રતિકુળ અસર કરતા લેસર બીમના ઉત્સર્જનને રોકવા માટે પર્યાપ્ત પગલાં લેવા જરૂરી જાહેરનામું બહાર પાડવા એરપોર્ટ ડિરેક્ટરશ્રી,એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા,ભાવનગરના પત્ર થી દરખાસ્ત રજુ થયેલ છે.જે ધ્યાને લઈને ભાવનગર એરપોર્ટ ખાતે ફલાઇટ ઓપરેશન્સને પ્રતિકુળ અસર કરતા લેસર બીમના ઉત્સર્જનને રોકવા અંગેનું જાહેરનામું બહાર પાડવું જરૂરી જણાય છે.

સબબ,ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા- ૨૦૨૩ ની કલમ-૧૬૩ ની પેટા કલમ (૧) હેઠળ મને મળેલ અધિકારની રૂઈએ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ,ભાવનગર જિલ્લો, ભાવનગર ભાવનગર એરપોર્ટની આજુબાજુ ફલાઇટ ઓપરેશન્સને પ્રતિકુળ અસર કરતા લેસર બીમ પર નીચે મુજબ પ્રતિબંધ ફરમાવું છું.

– ભાવનગર એરપોર્ટની આજુબાજુ લેસર બીમ ફ્રી ફ્લાઇટ ઝોન મેળવવા માટે, 50nW/cm’ કે તેથી વધુની તીવ્રતાની લેસર લાઇટ લેન્ડિંગ અને ટેક ઓફની દિશામાં એરપોર્ટ બાઉન્ડ્રીથી 9300m સુધીનાં વિસ્તાર અને તે સિવાયની અન્ય તમામ દિશામાં 3700m સુધીનાં વિસ્તારમાં ઉપયોગ કરી શકાશે નહિ.

* ભાવનગર એરપોર્ટથી 18500m સુધીના વિસ્તારમાં SuW/cm’ કે તેથી વધુની તીવ્રતાની લેસર લાઇટનો ઉપયોગ કરી શકાશે નહિ.

•ભાવનગર એરપોર્ટ પર ફ્લાઇટ ઓપરેશન દરમિયાન એરપોર્ટની બાઉન્ડ્રી વોલની આસપાસ ૫(પાંચ) કિમી સુધી કોઈ સ્કાય લાઇટ કાર્યરત રહેશે નહીં.જે અંગે ભાવનગર એરપોર્ટ પર ફ્લાઇટની કામગીરીની સ્થિતિ તપાસવાની જવાબદારી સંબંધિત વ્યક્તિની છે. આ જાહેરનામું પ્રસિધ્ધ થયાની તારીખથી દિન-૬૦ સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાનો ભંગ/ઉલ્લંઘન કરનાર ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે. -જાહેરનામાનો અમલ અને તેના ભંગ બદલના પગલા લેવા માટે હેડ કોન્સ્ટેબલથી નીચેના ન હોય તેવા ફરજ પરના અધિકારીશ્રીને અધિકાર રહેશે.

Related Posts