બોલિવૂડ

નિર્માતા નિતેશ તિવારી પોતાની બિગ બજેટ ફિલ્મ રામાયણની પહેલી ઝલક વેવ્સ સમિટમાં લોન્ચ કરવાના વિચારમાં

ફિલ્મ નિર્માતા નિતશે તિવારી પોતાની બિગ બજેટ, રણબીર કપૂર અભિનીત ફિલ્મ રામાયણનું પોસ્ટર અથવા તો વિડીયો લોન્ચ કરવા માટે વિશ્વ ઓડિયો વિઝ્યુઅલ અને મનોરંજન શિખર સંમેલન જે વેવ્સ સમિટ તરીકે પણ જાણીતું છે તેમ વિચારી રહ્યા છે, વેવ્સ સમિટ તરીકે પણ જાણીતું છે તે ૧થી ૪ મે સુધી આયોજિત કરવામાં આવી છે.
આ બાબતે નિતેશ જલદી જ ર્નિણય લે તેવી શક્યતા છે. મીડિયા સૂત્રની માનીએ તો આવતા અઠવાડિયાની શરૂઆતમાં ફિલ્મ વિશે કોઇ નવી ઘોષણા કરવામાં આવશે.
બિગ બજેટ ફિલ્મ રામાયણને ૨૦૨૬ની દિવાળી પર રિલીઝ કરવાની યોજના છે. ગયા નવેમ્બર મહિનામાં નિર્માતાએ એક ટીઝર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે રામાયણનો પહેલો ભાગ આવતા વરસે, બીજાે ભાગ ૨૦૨૭ની દિવાળી પર રિલીઝ કરવામાં આવશે.
ફિલ્મ રામાયણમાં રામ-સીતાની ભૂમિકામાં રણબીર કપૂર અને સાંઇ પલ્લવી જાેવા મળવાના છે. સની દેઓલ હનુમાન તેમજ યશ રાવણની ભૂમિકા ભજવશે.

Related Posts