આજરોજ વિજયાદશમી પર્વ પર અમરેલી તાલુકાના સોનારીયા મુકામે પાંધી પરિવારનો કૂળદેવી માતાજીનો હવન અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે પાંધી પરિવાર કુટુંબના સભ્યો ઠેર ઠેર થી યજ્ઞમાં આહુતિ અને દર્શન કાજે અહીં સોનારીયા ખાતે પધારેલ. મા ના દર્શન કરીને કુટુંબના તમામ સભ્યોએ ખૂબ આનંદ અને ધન્યતાની લાગણી અનુભવી હતી. સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધિ મુજબ સવારથી જ વિદ્વાન બ્રાહ્મણો દ્વારા યજ્ઞ વિધિ કરવામાં આવેલ. લગભગ બપોરે ૧ ના આળેગાળે બીડું હોમી હોમાત્મક મહાપૂજા યજ્ઞ સંપન્ન થયો
ત્યાર બાદ ઉપસ્થિત તમામ પાંધી પરિવારના સભ્યો માતાજીના આરતી દર્શન અને શ્રીફળ ધૂપ દીપ કરીને કુટુંબના તમામ સભ્યો માટે માતાજી સમક્ષ મંગલ કામના સાથે પ્રાર્થના કરી હતી. કુટુંબના વડીલ સમા ગીરધરભાઈ પાંધી અને બળુભાઈ પાંધીએ આ મંગલ પ્રસંગને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી. આ પ્રસંગે છેક અમેરિકાથી પધારેલ જીતેન્દ્રભાઈ પાંધીએ પણ સૌ કુટુંબના સભ્યો સાથે હળીમળીને માતાજીના આ પ્રસંગે ઉપસ્થિત તમામના જીવન માટે મંગલ પ્રાર્થના કરી કરી હતી. આ હવન વિધિ નિયમિત રીતે દર વર્ષે વિજયાદશમીના રોજ સોનારીયા મુકામે વિદ્વાન બ્રાહ્મણો દ્વારા કૂળદેવી માતાજીનો હોમાત્મક હવન યોજાય છે. આ હોમ હવનનો ઠેર ઠેર વસેલા પાંધી પરિવારના સભ્યોએ લાભ લેવા સમગ્ર પાંધી પરિવાર દ્વારા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવે છે. માનો હવન હોય આપને જાહેર નિમંત્રણ દ્વારા અહીં પધારવાનું નિમંત્રણ પાઠવવામાં આવી રહ્યું છે. તો આ નિમંત્રણ રૂબરૂ મળ્યા તુલ્ય સમજી આ પ્રસંગે ઉપસ્થિત રહેવા પરિવાર વતી વિનંતી કરવામાં આવી છે


















Recent Comments