ભાવનગર

“દેશ માં એક માત્ર કેશ કાઉન્ટર વગર ચાલતા આરોગ્ય ધામ” સ્થાપક સદગુરુદેવ સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી ને મરણોતર પદ્મશ્રી પદ્મવિભૂષણ કે પદ્મભૂષણ થી વિભૂષિત કરવા રજુઆત

ઉમરાળા ના ટીમ્બિ દેશ ની એક માત્ર કેશ કાઉન્ટર વગર ચાલતા આરોગ્ય ધામ સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી હોસ્પિટલ ગુજરાતની સર્વપ્રથમ તદ્દન નિ:શુલ્ક આરોગ્ય સેવા ઓ પ્રદાન કરે છે સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ, ગામ ટીંબી (જીલ્લો.ભાવનગર) ના પ્રણેતા સદગુરુ સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજ એ કરેલા તદ્દન નિ:શુલ્ક આરોગ્યલક્ષી અને શૈક્ષણિક જેવા વિવિધ રાષ્ટ્રહીત અને જનહિત જેવા સેવાકાર્યોને ધ્યાને લઈને સદગુરુદેવને મરણોતર પદ્મશ્રી સન્માન પદ્મવિભૂષણ કે પદ્મભૂષણ થી વિભૂષિત કરવામાં આવે, તે માટે હોસ્પિટલના સ્થાપક ટ્રસ્ટી બી.એલ.રાજપરા એ તા.૧૪/૧/૨૬ ના રોજ ગુજરાત અને મહારાષ્ટ્રના રાજ્યપાલ મહામહિમશ્રી આચાર્ય દેવવ્રતજી અને ભારત સરકારના કેબિનેટ પ્રધાનશ્રી મનસુખભાઈ માંડવીયા જી ને રૂબરૂ મુલાકાત કરીને લેખિત અને મૌખિક રજૂઆત કરી હતી. અગાઉ ભારતના યશસ્વી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીજી, કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહ, રાજ્યમંત્રીશ્રી નિમુબેન બાંભણીયા, મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ને (રૂબરૂ તા.૧.૧૨.૨૫), નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીજી તથા સાંસદશ્રી પરશોત્તમભાઈ રૂપાલા ને લેખિત અને ઇમેલ દ્વારા રજૂઆત કરવામાં આવેલ.

ભારત સરકાર દવારા ભૂતકાળમાં રાષ્ટ્રહિત માટે સમર્પિત ઘણા સંતો-મહંતોને પદ્મ પુરસ્કારથી વિભૂષિત કરવામાં આવેલ છે. તે રીતે સદ્ગુરુદેવ સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજ ને સન્માનિત કરવામાં આવે તેવી લાગણી અને માંગણીની રજૂઆત કરી હતી.

Related Posts