અમરેલી

મહુવા -સુરત , બાંદરા – સુરત -મહુવા રેલ્વે ને ગાધકડા રેલવે સ્ટેશન પર સ્ટોપ આપવા રજૂઆત કરતા :-તાલુકા પંચાયત પ્રમુખ જીતુ ભાઈ કાછડિયા

સાવરકુંડલા તાલુકા ગાંધકડા ગામે રાજા શાહી વખત નું રેલવે સ્ટેશન આવેલ છે આ સ્ટેશન માં
લોકલ ટ્રેનનો સ્ટોપ આપવમાં આવેલ છે પરંતુ ઉક્ત મહુવા -સુરત , બાંદરા જે લાંબા રૂટની ટ્રેન નું સ્ટોપ
આપવામાં આવેલ નથી આ બને ટ્રેન નો દામનગર થી લોકલ ટ્રેન રેલવે વિભાગ તરફ થી જાહેર કરેલ છે
તેમ છતાં ગાંધકડા રેલવે સ્ટેશન આ ટ્રેન સ્ટોપ નથી જેના કારણે મુઆફરને સાવરકુંડલા ઉતરવાની ફરજ
પડે છે સાવરકુંડલા રોડ માર્ગે ૧૫ કિમી દૂર આવેલ છે જેના કારણે લાંબી મુસાફરી કરનાર લોકો ને મુશ્કેલી
પડે છે આ ગાધકડા રેલ્વે સ્ટેશન ની આજુ બાજુના ૩૦ ગામ ના લોકો તરફ થી અમોને અનેક રજૂઆત
મળેલ છે કારણ કે ગાધકડા રેલ્વે સ્ટેશન ની આજુ બાજુ ના મોટા ભાગે ધંધાર્થે
અમદાવાદ,વડોદરા,અકલેશ્વર,ભરૂચ,સુરત,નવસારી,વાપી અને મુંબઈ શહેરોમાં આવતા જતાં હોય છે જો
ગાધકડા રેલ્વે સ્ટેશને ઉપરોક્ત ટ્રેન નો ૨ મિનિટ સ્ટોપ આપવામાં આવે તો લોકો ને મુસાફરી માટે ખુબજ
આવકારદાયક પગલું છે સાથો સાથ રેલ્વે વિભાગને આવક માં પણ વધારો થઈ શકે તેમ છે
રેલ્વે સ્ટેશન ઉપર પ્લેટફોર્મ નહીં હોવાના કારણે મુસાફરોને ઉતારવા અને ચડવામાં ખુબજ
મુશ્કેલી પડે છે જેમાં ખાસ કરીને સિનિયર સીટીઝન ને વધુ પડતી મુશ્કેલી પડે છે પ્લેટફોર્મ નહીં હોવાના
કારણે અકસ્માતનો ભય રહે છે જેથી પ્લેટફોર્મ બનાવવું ખુબજ આવશ્યક છે કારણકે આ સ્ટેશન ઉપર રેલ્વે
ક્રોસિંગ પણ આપવામાં આવેલ છે જેના કારણે અન્ય આવતી ટ્રેન ના કારણે અકસ્માત નો ભય રહે છે જેથી
જો ગાધકડા પ્લેટફોર્મ બનાવવામાં આવે તેમજ ટ્રેનનો સ્ટોપ આપવા માટે રેલ્વે વિભાગ ભાવનગર ને
તેમજ માન સાંસદ શ્રી ભરત ભાઈ સુતરીયા તેમજ ધારાસભ્ય શ્રી મહેશ મહેશ ભાઈ કસવાલા ની રજૂઆત
કરેલ છે

Follow Me:

Related Posts