રક્ષાબંધન પર્વ પ્રસંગે શિવકુંજ આશ્રમ જાળિયામાં પ્રેરક ઉપક્રમ યોજાયો. વૃક્ષોને રક્ષાબંધન કરી પર્યાવરણ સુરક્ષાની ભાવના વ્યક્ત કરતાં શ્રી વિશ્વાનંદ માતાજીએ આ કાર્ય પ્રભુનું કાર્ય ગણાવ્યું છે.
પર્યાવરણની સામે ઊભા થયેલાં પડકારો અને વૃક્ષોનાં આડેધડ થઈ રહેલાં છેદન સામે ધાર્મિક સંસ્થાઓ સદ્કાર્ય કરી રહેલ છે. શિવકુંજ આશ્રમ જાળિયા દ્વારા શ્રી વિશ્વાનંદ માતાજી અને કાર્યકર્તાઓ દ્વારા વૃક્ષ જતન કાર્ય થઈ રહેલ છે.
રક્ષાબંધન પર્વ પ્રસંગે શિવકુંજ આશ્રમ જાળિયામાં પ્રેરક ઉપક્રમ યોજાયો. અહીંયા ભૂદેવો અને સેવક પરિવાર દ્વારા વૃક્ષોને રક્ષા બાંધવામાં આવેલ છે. વૃક્ષોને રક્ષાબંધન કરી પર્યાવરણ સુરક્ષાની ભાવના વ્યક્ત કરતાં શ્રી વિશ્વાનંદ માતાજીએ આ કાર્ય પ્રભુનું કાર્ય ગણાવ્યું છે, તેઓએ પર્યાવરણ જતન માટે ગંભીરતા સાથે જાગૃત રહેવાં ભાર મૂક્યો છે.
Recent Comments