દાહોદમાં ડોમેસ્ટિક એરપોર્ટને લઈ ઝાલોદ તાલુકામાં વિરોધ
બે જેટલા સર્વે નંબર સરકારી જમીનમાં ખસેડતા વિરોધ દાહોદમાં ડોમેસ્ટિક એરપોર્ટને લઈને ઝાલોદ તાલુકામાં વિરોધ થયો છે. જેમાં બે જેટલા સરવે નંબર સરકારી જમીનમાં ખસેડતા વિરોધ થયો છે. શારદા ગામમાં સરવે નં-૨૬ની જમીનમાં સરવે હાથ ધરવામાં આવ્યો હતો. એરપોર્ટ ઓથોરિટી દ્વારા આ સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. જેને પગલે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો. એરપોર્ટ ઓથોરિટી દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. એક તરફ દિલ્હી-મુંબઈ નેશનલ કોરિડોર રોડમાં જમીન સંપાદનની કામગીરી ચાલી રહી છે. જ્યારે બીજીતરફ હવે એરપોર્ટ માટે જમીન જશે તો ગુજરાન કેવી રીતે ચાલશે, એમ ખેડૂતોનું કહેવું છે. ખેડૂતોનું કહેવું છે કે અમારી ખેતીલાયક જમીનઅમે સંપાદન માટે નહી આપીએ. ખેડૂતોએ જાે ડોમેસ્ટિક એરપોર્ટ બનશે તો જીવ પણ આપી દઈશું એવી ચિમકી ઉચ્ચારી છે.
Recent Comments