અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે જણાવ્યું છે કે ભાવનગર યુનિવર્સિટી તંત્ર લાંબા સમયથી વિદ્યાર્થીઓના પ્રશ્નો પ્રત્યે બેદરકાર રહ્યું છે. પરિષદે અનેક વખત આવેદન આપી સૂચનાઓ કરી હોવા છતાં તંત્રની નિષ્ક્રિયતા ચાલુ હોવાથી વિદ્યાર્થીઓમાં અસંતોષ ફેલાયો છે. જેથી વિધાર્થીને પડતી મુશ્કેલી માટે લાંબી લડત આપવા પરિષદ મેદાને આવ્યું છે
પરિષદે જણાવ્યું કે હાલની યુનિવર્સિટી પરીક્ષાઓ દરમિયાન અનેક કોલેજોમાં CCTV કેમેરા બંધ હતા છતાં ત્યાં પરીક્ષા લેવાઈ હતી, જે યોગ્ય અને ગુણવત્તા સભર નથી અને પરીક્ષાની વિશ્વસનીયતા પર પ્રશ્ન ઊભો કરે છે. તેમજ તંત્રએ દિવાળી બાદ કેમ્પસના રોડ–રસ્તા સુધરશે એવું કહ્યું હતું, પરંતુ આજદિન સુધી રસ્તાઓ ખરાબ હાલતમાં હોવાથી વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ રોજ મુશ્કેલી અનુભવી રહ્યા છે. યુનિવર્સિટીના વિધાર્થી અને કર્મચારીઓ પરિષદને આ મુદ્દે લડત આપવાનું કહી રહ્યા છે, યુનિવર્સિટીના કર્મચારીઓ અને ખુદ અધિકારીઓ અને પ્રોફેસરો બંધ બારણે આક્ષેપ કરી રહ્યા છેકે તંત્રને કામ નથી કરવું.
યુનિવર્સિટીની કોલેજો અને કેમ્પસ વિસ્તારમાં કચરો ફેલાયેલો રહે છે અને સારી સ્વચ્છતાની વ્યવસ્થા જોવા મળતી નથી. વિદ્યાર્થી પરિષદે જણાવ્યું કે શૈક્ષણિક સંસ્થામાં સ્વચ્છતા એક મૂળભૂત જરૂરિયાત છે, પરંતુ તંત્ર આ દિશામાં કોઈ ગંભીરતા બતાવી રહ્યું નથી.
પરિષદે વધુમાં જણાવ્યું કે યુનિવર્સિટીના બાહ્ય અભ્યાસ વિભાગના એડમિશન હજી સુધી શરૂ થયા નથી, જ્યારે હજારો બાળકો એડમિશનની રાહ જોઈ રહ્યા છે. આ વિલંબ વર્ષે વર્ષે વારંવાર થતો હોવાથી વિદ્યાર્થીઓના ભવિષ્ય પર સીધી અસર પડે છે. અને તંત્રને દર વર્ષની જેમ ટેકનીક પરેશાનીના વાંધા રજૂ કરી સસ્તો બચાવ કરે છે.
BSE સેમેસ્ટર–3ની અંગ્રેજી પરીક્ષામાં પણ ગડબડી સામે આવી છે. એક જ પ્રશ્ન બે વાર પૂછાયો હતો અને અલગ–અલગ કોલેજોમાં સુધારો એકસરખો જાહેર ન થતાં વિદ્યાર્થીઓમાં ગેરસમજ સર્જાઈ હતી.
પરિષદે સ્પષ્ટ કર્યું છે કે આ તમામ મુદ્દાઓ વિદ્યાર્થીઓના હિતમાં નથી અને યુનિવર્સિટી તંત્રએ તરતજ કાર્યવાહી કરવી જોઈએ. જો તંત્ર ફરી ઉદાસીન રહેશે તો ABVP યુનિવર્સિટીમાં ઉગ્ર આંદોલન શરૂ કરવાની ચેતવણી આપી છે. જેની બધીજ જવાબદારી યુનિવર્સિટીના તંત્રની ર


















Recent Comments