જિલ્લા વિભાજન બાદ બનાસકાંઠામાં વિરોધ યથાવત

થરાદને જિલ્લો જાહેર કરતા ધાનેરાના બોર્ડર વિસ્તારના ગામડાઓમાં વિરોધ પ્રદર્શન ધાનેરા માં છેલ્લા આઠ દિવસથી વિભાજનને લઈને વિરોધનો વંટોળ ઊભો થયો છે જિલ્લા વિભાજન બાદ બનાસકાંઠામાં વિરોધ યથાવત થરાદને જિલ્લો જાહેર કરતા ધાનેરાના બોર્ડર વિસ્તારના ગામડાઓમાં વિરોધ પ્રદર્શન થયું વાછોલ બોર્ડર ના ગામડામાં ગ્રામજનો એકત્રિત થઈ સરકારના ર્નિણય સામે રોષ વ્યક્ત કર્યો ગ્રામજનોએ રસ્તો રોકી વિરુદ્ધ પ્રદર્શન કર્યું.
ધાનેરા માં છેલ્લા આઠ દિવસથી વિભાજનને લઈને વિરોધનો વંટોળ ઊભો થયો છે આજે ધાનેરાના બોર્ડર વિસ્તારના ગામડાઓમાં પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું ધાનેરાના વાછોલ બોર્ડર ખાતે મોટી સંખ્યામાં ગ્રામજનો એકત્રિત થઈ સરકારના વિભાજનના ર્નિણય સામે રોષ વ્યક્ત કર્યો વાછોલ બોર્ડરથી અંદાજિત ૧૦૦ કિલોમીટર જેટલો થરાદ વાવ જિલ્લો દૂર થતો હોવાથી બનાસકાંઠામાં યથાવત રાખવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો રસ્તો રોકી મોટી સંખ્યામાં લોકોએ રોષ વ્યક્ત કર્યો હતો. અમારો જીલ્લો બનાસકાંઠા જિલ્લો જેવા નારાઓ બોલાવી વિરોધ કરવામાં આવ્યો સ્થાનિક લોકોની માંગ છે કે અમારો વ્યવહાર બનાસકાંઠા જિલ્લામાં છે તો સાથે સાથે હોસ્પિટલની સુવિધાઓ અને માર્કેટનો વહેવાર બનાસકાંઠામાં હોવાથી સરકાર યોગ્ય ર્નિણય લે નહિતર ગાંધીજી માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.
Recent Comments