અમરેલી

અમરેલી જિલ્લા કક્ષાના સાંસદ સાંસ્કૃતિક સ્પર્ધામાં શ્રી કે.કે. હાઇસ્કૂલના શિક્ષકોની ગૌરવપૂર્ણ સિદ્ધિ

અમરેલી જિલ્લા કક્ષાએ આયોજિત સાંસદ સાંસ્કૃતિક સ્પર્ધામાં શ્રી કે.કે. હાઇસ્કૂલ, સાવરકુંડલાના શિક્ષકોએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને શાળાનું નામ ઉજાગર કર્યું છે. લોકવાર્તા સ્પર્ધામાં આપાભાઈ માંજરીયાએ પ્રથમ સ્થાન મેળવી શાળા માટે ગૌરવની ક્ષણ સર્જી છે, જ્યારે સુગમ સંગીત સ્પર્ધામાં શ્રીમતી તૃપ્તિબેન ભરાડે તૃતીય સ્થાન પ્રાપ્ત કરીને પોતાની કળા અને પ્રતિભાનો ઉત્તમ પરિચય આપ્યો છે.

શિક્ષકોની આ મહત્ત્વપૂર્ણ સિદ્ધિ બદલ શાળાના પ્રિન્સિપાલ  ચેતનભાઈ ગુજરીયાએ અભિનંદન પાઠવ્યા હતા. ઉપરાંત નૂતન કેળવણી મંડળના પ્રમુખ શ્રીમતી ચંદ્રિકાબેન ઘેલાણી, ઉપપ્રમુખ કનુભાઈ ગેડિયા, મેનેજિંગ ટ્રસ્ટી  મુકુંદભાઈ નાગ્રેચા તેમજ સમગ્ર ટ્રસ્ટીગણ અને શાળા પરિવાર તરફથી પણ વિજેતાઓને હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

આ સિદ્ધિથી શાળાના શિક્ષકોની કલાત્મક પ્રતિભા, સાંસ્કૃતિક જાગૃતિ અને સમર્પણ ભાવના ફરી એકવાર સાબિત થઈ છે. સમગ્ર શાળા પરિવારને આ સફળતા પર ગૌરવ છે અને ભવિષ્યમાં પણ આવું જ ઉત્તમ પ્રદર્શન ચાલુ રહે તેવી શુભેચ્છા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Related Posts