અમરેલી

અમરેલી જિલ્લાના ધો.૧૦-૧૨ બોર્ડના વિદ્યાર્થીઓને પરીક્ષા દરમિયાન તણાવ મુક્ત રાખવા માટે મનોવૈજ્ઞાનિક ટીમની રચના

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી તા.૨૬ ફેબ્રુઆરી, ૨૦૨૬થી ૧૮ માર્ચ ૨૦૨૬ સુધી ધો.૧૦ અને ધો.૧૨ની બોર્ડની પરીક્ષા યોજાશે.

પરીક્ષાના આ સમય દરમિયાન વિદ્યાર્થીઓ માનસિક તણાવ, ગભરાટ કે ડિપ્રેશન જેવી સ્થિતિનો અનુભવ ન કરે અને ઉત્સાહપૂર્વક પરીક્ષા આપી શકે તે હેતુથી જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી દ્વારા મનોવૈજ્ઞાનિક ટીમની રચના કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ અને વાલીઓ આ ટીમના સદસ્યોને નિયત સમય દરમિયાન મોબાઇલ ફોન પર સંપર્ક કરી માર્ગદર્શન મેળવી શકશે.

આ ટીમમાં ૧. ડૉ.ભાવિન કદાવાલા, એસોસિયેટ પ્રોફેસર, માનસિક આરોગ્ય વિભાગ, શાંતા બા મેડિકલ કોલેજ, અમરેલી  મોબાઇલ નં.૯૯૧૩૭ ૩૨૯૬૮ સમય સાંજે ૫.૦૦ કલાકથી રાત્રે ૯.૦૦ કલાક સુધી. ૨. કે.કે. પારેખ અને મહેતા આર.પી. વિદ્યાલય-લીલાવંતી, અમરેલીના શ્રી, તુલસીભાઈ મકવાણા મોબાઇલ નં. ૯૪૨૬૨ ૩૩૯૯૨ પર સવારે ૧૦.૩૦ કલાકથી સાંજે ૫.૦૦ કલાક સુધી સંપર્ક કરી શકાશે. ૩. ચિત્તલ હાઈસ્કુલમાંથી શ્રી, જયેશભાઈ ગોંડલીયાનો મોબાઇલ નં. ૯૮૨૫૭ ૫૯૩૬૯ પર સવારે ૧૦.૩૦ કલાકથી સાંજે ૫.૦૦ કલાક સુધી સંપર્ક કરી શકાશે. ૪. ટી.જે.બી.એસ ગર્લ્સ હાઈસ્કુલ રાજુલાના શ્રી, પી.ડી. ભર્ગાનો મોબાઇલ નં. ૯૯૨૪૪ ૧૩૯૦૪ પર પર સવારે ૧૦.૩૦ કલાકથી સાંજે ૫.૦૦ કલા સુધી સંપર્ક કરી શકાશે.

આ ટીમનો નિયય સમય દરમિયાન વિદ્યાર્થીઓ અને વાલીઓ સંપર્ક કરી શકશે. પરીક્ષા વ્યવસ્થાપન અને એકાગ્રતા વધારવા માટે આ ટીમ માર્ગદર્શન આપશે. પરામર્શ દરમિયાન વિદ્યાર્થીઓની વિગતો સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવશે તેમ જિલ્લા શિક્ષણાધિકારીશ્રી, અમરેલીએ એક યાદીમાં જણાવ્યું છે.

Related Posts