અમરેલી

સાવરકુંડલાના ભુવા મુકામે પ્રાથમિક શાળા ખાતે સેફ ટચ, અનસેફ ટચ અંગે જનજાગૃત્તિ સેમિનાર યોજાયો

સાવરકુંડલાના ભુવા મુકામે પ્રાથમિક શાળા ખાતે સેફ ટચ, અનસેફ ટચ અંગે જનજાગૃત્તિ સેમિનાર યોજાયો હતો. આ કાર્યક્રમમાં બેટી બચાવો, બેટી પઢાઓ યોજના વિષયક માહિતી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યુ હતુ. સાથે સાવરકુંડલા રુરલ પોલીસ સ્ટેશન ડબલ્યુ પી.સી સ્ટાફ દ્વારા સેફ ટચ, અનસેફ ટચ અંગે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યુ હતુ. મહિલા અને બાળ વિકાસ વિભાગની વિવિધ યોજનાઓ અંગે પણ માહિતી પૂરી પાડવામાં આવી હતી તેમ અમરેલી જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારીશ્રીની યાદીમાં જણાવવામાં આવ્યુ છે.

Related Posts