અમરેલી

જીવદયા નંદી સેવા ટ્રસ્ટની મુલાકાતે બહુલાથી પૂજ્ય ગોપાલ સરસ્વતીજી પધારતા ઉષ્મા ભર્યો સત્કાર

દામનગર જીવદયા નંદી સેવા ટ્રસ્ટ સંચાલિત નંદી શાળા માં બહુલા થી પૂજ્ય ગોપાલ સરસ્વતીજી ખાંભા અને રાજસ્થાન પદમેડા લાખો ગાય માતા ના આશ્રય સ્થાન થી ગૌરક્ષા નો સંદેશ લઈ પધારેલ પૂજ્ય ગોપાલ સરસ્વતીજી નું ઉષ્મા ભર્યો સત્કાર કરાયો જીવદયા નંદી સેવા ટ્રસ્ટ ની અબોલ જીવો પ્રત્યે સેવા ના પ્રત્યક્ષ દર્શી બની ખૂબ રાજીપો વ્યક્ત કર્યો દામનગર સમગ્ર જીવદયા પરિવાર ટ્રસ્ટ નંદી શાળા ના ટ્રસ્ટી ઓ સ્વંયમ સેવકો સાથે વિસ્તૃત પરામર્શ કર્યો કલાકો સુધી નંદી શાળા ના આશ્રિત બળદો ની સેવા નિહાળી ખૂબ સંતોષ વ્યક્ત કર્યો હતો પરોપકાર ની વંદનીય પ્રવૃત્તિ થી રાજીપો વ્યક્ત કરતા જણાવ્યું હતું કે અબોલ જીવો માટે ઈશ્વરે મોકલાવેલ દેવદૂત સમાં સ્વંયમ સેવકો ની સરાહના કરી હતી  

પૂજ્ય ગોપાલ સરસ્વતીજી એ ગાય વિશે ગહન ચર્ચા કરી સર્વ ને અબગત કર્યા હતા ભારતીય હિન્દૂ સંસ્કૃતિ માં ગાય ના મહત્વ પૂજન અર્ચન લાલન પાલન વિશે પ્રભુદ્ધ વિચાર રજૂ કર્યા હતા નંદીશાળા માં પધારેલ પૂજ્ય ગોપાલ સરસ્વતીજી ને સત્કારવા દામનગર નગરપાલિકા ના પમુખ ગોબરભાઈ નારોલા સદસ્યો પ્રીતેશભાઈ નારોલા ભગવનભાઈ નારોલા પ્રફુલભાઈ નારોલા અમરશભાઈ નારોલા મનસુખભાઇ નારોલા ભોળાભાઈ આલગિયા મુકેશભાઈ ચૌહાણ ગોરધનભાઈ આસોદરિયા દેવચંદભાઈ આલગિયા પ્રકાશભાઈ તજા સુજીત ડાબસરા ભૂરાભાઈ સાસલા કિશોરભાઈ ભટ્ટ  નટુભાઈ આસોદરિયા રઘુભાઈ સાસલા ગૌસેવક ટિમ દામનગર સહિત વિવિધ સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓના અગ્રણી ઓ સ્વંયમ સેવકો ની ઉપસ્થિતિ રહ્યા 

Related Posts