અમરેલી

વિશ્વની સૌથી નાની પ્રજાતિ પૈકીની એક આંધ્રપ્રદેશની પુંગનુર ગાય અને નંદી ચલાલા ની યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ ની ગૌશાળા માં લાવવામાં આવ્યા

અમરેલી જિલ્લાના ચલાલા ખાતે આવેલા યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ દ્વારા આંધ્ર પ્રદેશની પુંગનુર ગાય અને નંદી લાવવામાં આવ્યા છે. આ ગાય વિશ્વની સૌથી નાની ગાયોમાંથી એક છે. ગાય ની આ ઉત્તમ પ્રજાતિ દક્ષિણ ભારતમાં વિકસાવવામાં આવી છે. આ ગાયની જાત હાલ લુપ્ત થઈ રહેલ છે અને આંધ્ર પ્રદેશમાં ગાય બચાવવા માટે ખૂબ જ પ્રયત્નો કરવામાં આવે છે. ભારત દેશમાં આ નાની પ્રજાતિની પુંગનુર ગાય આંધ્રપ્રદેશના ચિત્તૂર જિલ્લામાં જોવા મળે છે. જે હાલમાં છેક આંધ્ર પ્રદેશ થી અમરેલી સુધી પહોંચી છે.આ ગાય દરરોજ ૩ થી ૫ લીટર જેટલું દૂધ આપે છે અને દિવસમાં પાંચ કિલો જેટલો ચારો ખાય છે.
પુંગનુર ગાય તેના કદના કારણે ખૂબ જ પ્રખ્યાત છે. આ ગાય ની ઊંચાઈ બે ફૂટથી અઢી ફૂટ છે. જેની લંબાઈ ત્રણ ફૂટ થી સાડા ત્રણ ફૂટ હોય છે. જેથી આ ગાય ખુબ જ પ્રખ્યાત છે.  આ ગાયની પ્રજાતિ લગભગ ૧૧૨ વર્ષ જૂની માનવામાં આવે છે. આ ગાયના દૂધમાં ૩ થી ૩.૩પ%  ફેટ હોય છે. અમરેલી જિલ્લામાં આ પુંગનુર ગાય સૌ પ્રથમ વાર ચલાલા ગામે યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ માં આવેલ આશ્રમમાં રાખવામાં આવેલ છે. શાસ્ત્રોમાં વર્ણવ્યા મુજબ ગાયમાતાની અંદર ૩૩ કોટિ દેવતાઓનો વાસ હોય છે. ગાયને ભારતમાં ગૌમાતા કહેવામાં આવે છે અને ગાયની પૂજા પણ કરવામાં આવે છે. ત્યારે ગાયને જોવા તથા દર્શનનો લાભ લેવા અનેક ગૌભકતો આવે છે. તેમ પત્રકાર યશપાલ વ્યાસ ની યાદીમાં જણાવેલ છે.

Related Posts