રાષ્ટ્રીય

પંજાબની આમ આદમી પાર્ટીની સરકારને હવે નશા વિરુદ્ધના અભિયાનમાં રાજ્યપાલનું સમર્થન મળ્યું

પંજાબના રાજ્યપાલ ગુલાબ ચંદ કટારિયા દ્વારા આવતા મહિને એટલે કે ૩ થી ૮ એપ્રિલ, ૨૦૨૫ દરમિયાન ડેરા બાબા નાનકથી જલિયાંવાલા બાગ સુધી નશા મુક્તિ યાત્રા કાઢવામાં આવશે. આ યાત્રા “યુદ્ધ નશા વિરુદ્ધ” અભિયાનનો એક ભાગ છે, જેમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પણ સહયોગ કરી રહી છે. રાજ્યપાલ નશાની સમસ્યા અંગે ચર્ચા કરવા માટે ધારાસભ્યો, મંત્રીઓ અને અન્ય અધિકારીઓને મળ્યા અને પદયાત્રાનું આયોજન કર્યું.
પંજાબની આમ આદમી પાર્ટીની સરકારને હવે નશા વિરુદ્ધના અભિયાનમાં રાજ્યપાલનું સમર્થન મળ્યું છે. રાજ્યમાં વધી રહેલા નશાના વ્યસનને જાેતા રાજ્યપાલ ગુલાબચંદ કટારિયા પદયાત્રા કાઢવાના છે. આ યાત્રા આવતા મહિને કાઢવાની છે. જે ૩જી એપ્રિલથી ૮મી એપ્રિલ સુધી ચાલશે. આ પદયાત્રા ડેરા બાબા નાનકથી શરૂ થશે અને અમૃતસરના જલિયાવાલા બાગ ખાતે સમાપ્ત થશે.
પંજાબમાં સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલા ‘યુદ્ધ નશા વિરૂદ્ધ’ અભિયાન બાદ હવે રાજ્યપાલ ગુલાબચંદ કટારિયા પણ પંજાબને નશા મુક્ત બનાવવાના ઉદ્દેશ્ય સાથે પદ યાત્રા કાઢવાના છે. આ યાત્રા અંગે તેમણે ધારાસભ્યો અને નેતાઓ સાથે વાત કરી છે.
રાજ્યપાલ વતી પંજાબ વિધાનસભાના અધ્યક્ષને પત્ર લખીને કહેવામાં આવ્યું છે કે પંજાબ સરકાર પણ નશાની લતને નાબૂદ કરવા માટે ખૂબ જ ગંભીર છે, અને કેન્દ્ર સરકાર પણ આ માટે પ્રયાસો કરી રહી છે. પત્રમાં રાજ્યપાલે લખ્યું છે કે મેં તમામ ધારાસભ્યો, મંત્રીઓ, સાંસદો અને યુનિવર્સિટીઓના વાઇસ ચાન્સેલરો સાથે બેઠક કરી અને આ ડ્રગ્સ વિશે માહિતી લીધી. હું આ અંગે યાત્રા શરૂ કરવાનો છું. રાજ્યપાલે લખેલા પત્રમાં આ સમગ્ર પદયાત્રાનું શિડ્યુલ પણ મોકલવામાં આવ્યું છે.
રાજ્યપાલ ગુલાબ ચંદ કટારિયાએ કહ્યું કે પંજાબ સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલા અભિયાનના નક્કર પરિણામો આવ્યા છે, અને હવે પંજાબના દરેક જાગૃત નાગરિક માટે આ લડતમાં સરકારને ટેકો આપવાની તક છે. પંજાબની ધરતીને નશા મુક્ત બનાવો. તેમણે કહ્યું કે જ્યારે કોઈ પણ કાર્ય સામાજીક રીતે કરવામાં આવે છે ત્યારે સફળતા ચોક્કસ મળે છે.
તેમણે કહ્યું કે પંજાબ સરકાર દ્વારા પોતાના સ્તરે કરવામાં આવી રહેલા પ્રયાસોને કારણે, દ્ગડ્ઢઁજી એક્ટ હેઠળ સૌથી વધુ સજા પણ પંજાબમાં જ નક્કી કરવામાં આવી છે. શહેરના વિવિધ ધાર્મિક અને સામાજિક સંગઠનો ઉપરાંત, મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ પણ ડ્રગ્સ વિરુદ્ધ આ કૂચમાં ભાગ લીધો હતો.

Related Posts