ચણા અને રાયડા માટે ટેકાના ભાવે ખરીદીઃ તા.૯ માર્ચ સુધીમાં ઓનલાઇન રજિસ્ટ્રેશન કરવું
![](https://citywatchnews.com/wp-content/uploads/2025/02/citywatch-16-300x132-5-1024x451-17.jpg)
અમરેલી, તા.૧૮ ફેબ્રુઆરી, ૨૦૨૫ (મંગળવાર) ભારત સરકાર દ્વારા રવી-૨૦૨૫ (વર્ષ : ૨૦૨૪-૨૫) ચણા અને રાયડાના પાક માટે ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા છે.ચણા પાક માટે રુ.૫,૬૫૦ અને રાયડાની પાક માટે રુ.૫,૯૫૦ પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ જાહેર કરવામાં આવ્યો છે. રવી ૨૦૨૪-૨૫માં પ્રાઈઝ સપોર્ટ સ્કીમ (ટેકાના ભાવ યોજના) હેઠળ ટેકાના ભાવે ચણા અને રાયડાની ખરીદી કરવાનું આયોજન છે.
અમરેલી જિલ્લામાં ચણા અને રાયડાની ટેકાના ભાવ માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન તા.૧૮/૦૨/૨૦૨૫ થી તા.૦૯/૦૩/૨૦૨૫ (દિન-૨૦) સુધી ગ્રામ્યકક્ષાએ ઈ-ગ્રામ કેન્દ્રો ખાતેથી વિલેજ કમ્પ્યુટર એન્ટરપ્રિન્યોર (VCE) મારફતે થશે. નાફેડના ઈ-સમૃધ્ધિ પોર્ટલ પર ખેડુતોની નોંધણી વિનામૂલ્યે કરાવી શકાશે, તમામ ખેડુત મિત્રોએ આ અંગે નોંધ લેવા અનુરોધ છે. વધુ વિગતો માટે ગ્રામ્ય કક્ષાએ સંબંધિત ગ્રામ પંચાયત કચેરીના વિલેજ કમ્પ્યુટર એન્ટરપ્રિન્યોર (વિ.સી.ઇ.) અથવા તલાટી મંત્રીનો સંપર્ક કરવો, તેમ અમરેલી જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીએ એક અખબારી યાદીમાં અનુરોધ કર્યો છે.
Recent Comments