Pushpa 2એ અમેરિકામાં ઈતિહાસ રચ્યો, ફાસ્ટ પ્રીસેલ અને ટિકિટ વેંચનારી ફિલ્મ બની
ઁેજરॅટ્ઠ ૨એ પ્રી સેલમાં ૩૦ હજારથી વધારે ટિકીટનું વેચાણ થયું , પુષ્પા ૨ પહેલા જ દિવસે ૨૫૦ કરોડ રુપિયાનો બિઝનેસ કરી તમામ રેકોર્ડ તોડી નાંખશે હવે બોક્સ ઓફિસ પર માત્ર પુષ્પાનું “રાજ” હશે. ૧૫ દિવસ બાદ આ વર્ષની મોસ્ટ અવેટેડ ફિલ્મ પુષ્પા ૨ રિલીઝ થશે. અલ્લુ અર્જુનની ફિલ્મની તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે. હાલમાં ટ્રેલર પણ સામે આવ્યું હતુ જે ચાહકોને ખુબ પસંદ આવ્યું હતુ. હવે ફિલ્મની એડવાન્સ બુકિંગ પણ શરુ થશે. ટુંક સમયમાં મેકર્સ શરુ કરશે પરંતુ યુએસ પ્રી સેલ્સ થોડા સમય પહેલા જ શરુ થઈ ચૂક્યું છે. હવે ફિલ્મ ઈતિહાસ રચવા જઈ રહી છે.
હાલમાં જ પુષ્પા ૨એ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર એક ફોટો શેર કર્યો હતો. જેનાથી ખબર પડે છે કે, યુએસ પ્રી સેલ્સમાં ૧ મિલિયન ડોલરના આંકડા પર પહોંચી ગઈ છે. આ સાથે સૌથી ફાસ્ટ પ્રીસેલ અને ટિકિટ વેંચનારી ફિલ્મ બની ગઈ છે. અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા ૨ રિલીઝ થવામાં હવે માત્ર ૧૫ દિવસનો સમય બાકી છે. ત્યારે યુએસમાં ફિલ્મ અનેક મોટા રેકોર્ડ તોડશે. અત્યારસુધી પ્રી સેલમાં ૩૦ હજારથી વધારે ટિકીટનું વેચાણ થયું છે.
યુએસ પ્રીમિયર પહેલાથી જ ૧ મિલિયન ડોલરનું પ્રી-સેલ્સ કરી ચૂક્યું છે. જાેકે આ પહેલા ચાર ફિલ્મો પણ આ કરી ચૂકી છે, પરંતુ આ મામલે પુષ્પા ૨ સૌથી ફાસ્ટ છે. જે અત્યારસુધી કોઈ કરી શક્યું નથી. અલ્લુ અર્જુને કરી દેખાડ્યું છે.ત્યાં ૩,૨૩૦ શો કન્ફર્મ થયા છે. ટ્રેલર સામે આવ્યા બાદ જે માહૌલ ભારતમાં સેટ થયો છે. એટલો જ યુએસ પ્રીમિયર પ્રી સેલ્સમાં આવ્યો છે. ફિલ્મને સારો એવો રિસ્પોન્સ મળી રહ્યો છે. હાલમાં એક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, પુષ્પા ૨ પહેલા જ દિવસે ૨૫૦ કરોડ રુપિયાનો બિઝનેસ કરી તમામ રેકોર્ડ તોડી નાંખશે. પુષ્પા ૨ના બજેટની વાત કરીએ તો ફિલ્મનું બજેટ અંદાજે ૫૦૦ કરોડ રુપિયા છે.સાઉથ સુપરસ્ટાર અલ્લુ અર્જુને પુષ્પા ૨ માટે ૩૦૦ કરોડ રુપિયાનો ચાર્જ લીધો છે.મેકર્સ દ્વારા આ વખતે ટ્રેલર સાઉથમાં નહિ વિદેશમાં પણ નહિ પરંતુ બિહારમાં લોન્ચ કરવામાં આવ્યું. અહિ મેદાન ખીચોખીચ ભરેલું જાેવા મળ્યું હતુ.
Recent Comments