રાષ્ટ્રીય

ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની પુત્રવધૂ રાધિકા અંબાણીએ શ્રીનાથજીના દર્શન કર્યા

અનંત અંબાણીની પત્ની અને અંબાણી પરિવારની નાની દીકરી રાધિકા મર્ચન્ટ ચર્ચામાં રહે છે. ક્યારેક પોતાની સ્ટાઈલિશ અંદાજ તો ક્યારેક તેની સુંદરતા ચાહકોનું દિલ જીતી લે છે. હાલમાં તેમણે શ્રીનાથજીના દર્શન કર્યા હતા. અંબાણી પરિવાર હાલમાં બોલિવુડ સ્ટારથી પણ વધારે ચર્ચામાં રહે છે. નીતા અંબાણીથી લઈ નાની વહુ અને દીકરી ઈશા સુધી ટુંકમાં અંબાણી પરિવારની મહિલાઓ ચર્ચામાં રહે છે. તેમાં પણ સૌથી વધારે ચર્ચા અંબાણી પરિવારની નાની વહુ રાધિકા મર્ચન્ટની થતી હોય છે. રાધિકા પોતાના લુક અને સ્ટાઈલથી લોકોનું દિલ જીતી લે છે.

તેની સાદગી પણ લોકોનું મન મોહી લે છે. તેનો સિમ્પલ લુક લોકોનું દિલ જીતી લે છે. હાલમાં રાધિકા મર્ચન્ટ ભક્તિમાં જાેવા મળી હતી. રાધિકાના આ અંદાજના લોકોએ વખાણ કર્યા અને તેના સંસ્કારોના પણ વખાણ કરી રહ્યા છે. આખું અંબાણી પરિવાર ખુબ ધાર્મિક છે.અંબાણી પરિવારની નાની વહુ રાધિકા મર્ચન્ટ માતા-પિતાની સાથે શ્રીનાથજીના દર્શન કરવા માટે નાથદ્વારા પહોંચી હતી. રાધિકા મર્ચન્ટ પિંક ડ્રેસમાં જાેવા મળી હતી. મંદિરમાં રાધિકાને સન્માનિત કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે, ૧૨ જુલાઈ ૨૦૨૪ના મુંબઈના વર્લ્ડ જિઓ ડ્રાઈવમાં મર્ચન્ટ અને અનંત અંબાણી લગ્નના બંધનમાં બંધાયા હતા. બંન્ને લગ્નમાં ખુબ ખુશ જાેવા મળ્યા હતા. રાધિકા-અનંતના લગ્નમાં દેશ-વિદેશી મહેમાનો આવ્યા હતા. લગ્ન પહેલા પ્રી વેડિંગ ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું હતુ.

Related Posts