દામનગર. ઢસા નો યુવાન રાહુલ ચૌહાણ વિશ્વ કલ્યાણ અર્થે કરશે ૨૨૦૦૦ હજાર કિમિ ની સાયકલ યાત્રા સુપ્રસિદ્ધ યાત્રા ધામ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર થી પ્રસ્થાન કરાવતા ટ્રસ્ટી હિમતભાઈ કટારીયા અમરશીભાઇ પરમાર દેવરાજભાઈ સિંધવ ગોપાલભાઈ ચુડાસમા નરેશભાઈ ડોડીયા સહિત સમગ્ર ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ એવમ પૂજારી પરિવારે શુભેચ્છા પાઠવી ચાર ધામ યાત્રા એ સાયકલ લઈ ને પ્રસ્થાન યુવાન રાહુલ શલેશભાઇ ચૌહાણ ને યાત્રા મંગલમય બને તેવા આશિષ સાથે દાદા ના સાનિધ્ય માંથી શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ના સ્મૃતિ ચિન્હ મૂર્તિ અર્પણ કરી અને ખેસ પહેરાવી પ્રસ્થાન કરાવતા ટ્રસ્ટી હિંમતભાઈ કટારીયા એ જણાવ્યું હતું કે એક વર્ષ કરતા વધુ સુધી ચાલનારી સાયકલ યાત્રા દરમ્યાન ચાર ધામ દર્શન કરનાર યુવાન રાહુલ ચૌહાણ ઢસા ગામ નું ગૌરવ છે અદમ્ય સાહસ શોર્ય ધરાવતા યુવાન ની ભાવના ખૂબ ઉદત છે વિશ્વ કલ્યાણ ના ઉમદા વિચાર સાથે પ્રસ્થાન થયેલ સાયકલ યાત્રી રાહુલ ચૌહાણ દરેક જીવાત્મા કલ્યાણ ના માટે જઈ રહ્યો છે ખૂબ સાહસ ભરી સાયકલ યાત્રા મંગલમય નીવડે તેવી શુભેચ્છા વ્યક્ત કરી શ્રી ભુરખિયા હનુમાનજી સમક્ષ પ્રાર્થના કરી આ યુવાન ને અદમ્ય સાહસ શક્તિ અર્પશો સમગ્ર ભુરખિયા હનુમાનજી મંદિર પ્રશાસન અને સેવક સમુદાય દ્વારા શુભેચ્છા સાથે સાયકલ યાત્રી ને પ્રસ્થાન કરાવ્યું હતું
ઢસા નો યુવાન રાહુલ ચૌહાણ વિશ્વ કલ્યાણ અર્થે ૨૨૦૦૦ હજાર કિમિ ની સાયકલ યાત્રા એ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર થી પ્રસ્થાન કરાવતા ટ્રસ્ટી

Recent Comments