હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલ આગાહી મુજબ, સમગ્ર રાજ્યમાં અલગ અલગ જીલ્લાઓમાં આજથી આગામી 7 દિવસ વરસાદનો દોર ફરી શરુ થવાની આગાહી કરવામાં આવી છે. આજે ભારે વરસાદની આગાહી નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, તાપી, ડાંગ, નર્મદા, છોટાઉદેપુર, અરવલ્લી, મહીસાગર, સાબરકાંઠા, દાહોદ, સુરત અને પંચમહાલમાં ભારે વરસાદનું અનુમાન લગાવવામાં આવ્યું છે. તો આવતીકાલે નર્મદા અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાતમાં પણ અતિભારે વરસાદની શક્યતા વ્યકત કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાત રિજનમાં રેડ એલર્ટ અને સૌરાષ્ટ્ર રિજનમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.
ગુજરાતમાં આજથી આગામી 7 દિવસ વરસાદ વરસવાની આગાહી: હવામાન વિભાગ


















Recent Comments