અમરેલી, તા.૨૧ ઓગસ્ટ, ૨૦૨૫ (ગુરુવાર) ભાવનગર ફ્લડ કંટ્રોલના જણાવ્યા મુજબ અમરેલી, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ સહિત સૌરાષ્ટ્રનાં વિવિધ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારમાં તા.૨૧/૦૮/૨૦૨૫ના રોજ હળવાથી ભારે, હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.
ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, ડાંગ સહિતના જિલ્લામાં હળવા થી ભારે, અતિ ભારે વરસાદની સંભાવના છે. તા.૨૨/૦૮/૨૦૨૫ થી તા.૨૭/૦૮/૨૦૨૫ સુધી હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. તા.૨૧/૦૮/૨૦૨૫ થી તા.૨૫/૦૮/૨૦૨૫ સુધી હળવી મેઘગર્જના સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.
તા.૨૧/૦૮/૨૦૨૫થી તા.૨૭/૦૮/૨૦૨૫ સુધી છુટા છવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. આથી, અમરેલી જિલ્લાના નાગરિકોને સાવચેતી અને તકેદારીનાં જરુરી તમામ પગલાં લેવા અમરેલી ફ્લડ સેલ દ્વારા સૂચના આપવામાં આવી છે.
Recent Comments