અમરેલી

જીએસટી  માં ઘટાડા બદલ પ્રધાનમંત્રી મોદીને અભિનંદન પાઠવતા અમરેલી જિલ્લા ચેમ્બર ઓફ કોમર્સ માં મહામંત્રી રાજુભાઇ શીંગાળા

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા પંદરમી ઓગસ્ટે કરવામાં આવેલ સંબોધન મુજબ કેન્દ્ર સરકાર દ્વારા દેશની જનતાને મોટી રાહત આપતો નિર્ણય લેવામાં આવ્યો છે. દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં મળેલી જીએસટી કાઉન્સિલની બેઠકમાં દેશની જનતાને રાહત આપતો મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. જનતાના હિતમાં વખતોવખત તેમાં જરૂરી સુધારા કરવામાં આવ્યા છે.  પ્રધાનમંત્રી મોદીજીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારે લોકોના હિતમાં અગત્યનો લેતાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સમાં ૧૨ થી ૨૮%ના સ્લેબ ને સંપૂર્ણ સમાપ્ત કર્યો છે. હવેથી ફક્ત ૫ થી ૧૮% સુધીનાં દર લાગું રહેશે. નવા દરો આવતી ૨૨ સપ્ટેમ્બરથી લાગું કરવામાં આવશે. દેશના ઔધોગિક એકમો, વેપાર ક્ષેત્રે, નાના કારખાનેદારો, સર્વિસ સેક્ટર સહિત વિવિધ ક્ષેત્રોમાં ખૂબ મોટી અસર કરનારા આ નિર્ણયથી જન સામાન્ય ને મોટો ફાયદો થશે. શિક્ષણ ક્ષેત્રે પ્રાધાન્ય આપતા સરકારે પેન્સિલ, રબર, શાર્પનર, મેપ, ચાર્ટ, એક્સર્સાઇઝ બુક, નોટબુક વગેરે અભ્યાસ ના અગત્યના સાધનો પર જીએસટી નાબૂદ કરવામાં આવ્યો છે. લોકલાગણીને ધ્યાનમાં રાખતાં કેન્દ્ર સરકારે પર્સનલ હેલ્થ ઇન્સ્યોરન્સ અને લાઈફ ઈન્સ્યોરન્સ પ્રીમિયમ પરથી જીએસટી રદ કરવામાં આવ્યો છે. ટ્રેક્ટર અને તેને લગતી ખેતીના સાધનો પર ટેક્સ ઘટાડવામાં આવતા વસ્તુઓના ભાવમાં ઘટાડો થશે. ખેડૂતોને રાહત મળશે. કૃષિ સંબંધિત ઉત્પાદનો સાથે રોજબરોજ ઉપયોગમાં લેવાતી ઘર વપરાશની ચીજવસ્તુઓ પણ સસ્તી થશે, હેલ્થ એન્ડ મેડિકલ રિલેટેડ પ્રોડક્ટ્સ, ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ, મોબાઈલ, ઓટો મોબાઈલ સેક્ટર, સાયકલ, મોટર સાયકલ, કાર સહિતની વસ્તુઓ ના ભાવ માં થશે ઘટાડો.

Related Posts