જાફરાબાદ તાલુકાની શ્રી વારાહસ્વરૂપ પ્રાથમિક શાળા – અમરેલીમાં ભાઈ – બહેનના પવિત્ર પ્રેમના તહેવાર એવા રક્ષાબંધન પર્વની અનેરી ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં શાળાના બાળકોએ બજારમાંથી કાચું મટીરીયલ લાવીને બજારમાં 15 થી 20 રૂપિયામાં મળતી રાખડીઓ માત્ર બે રૂપિયામાં જાતે જ તૈયાર કરી હતી. જેનો હેતુ બાળકમાં વ્યવસાયલક્ષી અને આત્મ નિર્ભરતા તરફ લઈ જતો શિક્ષણ આપવાનો રહ્યો હતો. આ ઉપરાંત આ કાર્યક્રમમાં બહેનો દ્વારા ભાઈઓને રાખડી બાંધવામાં આવી હતી. રક્ષાબંધન પર્વના ગીતો, અભિનય ગીતો ઉપરાંત બાળકો તથા શાળાના આચાર્યશ્રીએ પ્રેરક વકતવ્યો પણ રજૂ થયા હતા. આ ઉપરાંત રક્ષાબંધન પર્વ અનુસંધાને શાળામાં ડીશ શણગારવી, જમીન પર રાખડી બનાવવી તથા વિવિધ વસ્તુઓ માંથી રાખડીઓ બનાવવાની સ્પર્ધાઓ યોજાઈ હતી; જેમાં પ્રથમ ત્રણ ક્રમાંક પર આવનાર બાળકોને શાળા દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સમગ્ર ઉજવણીમાં આકર્ષણનું કેન્દ્ર શાળાના બાળકો દ્વારા બનાવેલી રાખડીઓ ઉત્તર પ્રદેશ તથા કચ્છમાં આર્મીના જવાનો માટે મોકલવામાં આવી હતી તે છે.. જેણે બાળકોને દેશભક્તિના પાઠો શીખવ્યા હતા. આમ સંસ્કાર, આત્મનિર્ભરતા અને દેશભક્તિના સમન્વયરુપી આ કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું. રક્ષાબંધન પર્વની આ અનોખી ઉજવણી એ શાળામાં તથા ગામમાં આનંદનું વાતાવરણ ઊભો કર્યો હતું. આ સમગ્ર કાર્યક્રમનું સંકલન શાળાના શિક્ષિકા બહેનશ્રી જીજ્ઞાબેન ચાવડા દ્વારા કરવામાં આવ્યું હતું.
જાફરાબાદ તાલુકાની શ્રી વારાહસ્વરૂપ પ્રાથમિક શાળામાં વિવિધ પ્રવૃતિઓ સાથે ઉજવાયેલ રક્ષાબંધન પર્વની ઉજવણી


















Recent Comments