ભાવનગર

રાળગોન : ગણેશ શૈક્ષણિક સંકુલમાં વાઇલ્ડ લાઇફ રેન્જ દ્વારા અવેરનેસ શિબિરનું આયોજન

તળાજા તાલુકાની શ્રી ગણેશ શૈક્ષણિક સંકુલ ( સંસ્કાર વિદ્યાલય )શ્રી ગણેશ નર્સિંગ કોલેજ રાળગોનમાં તળાજા વન વિભાગ દ્વારા વાઈલ્ડ લાઈફ રેન્જ વતી અવરનેશ શિબિરનુ આયોજન કરવામાં આવેલ જેમા શાળાના ઘોરણ 11/12 વિદ્યાર્થીઓ અને નર્સિંગ કોલેજના બહેનોએ ભાગ લીધેલ જેમા વિદ્યાર્થીઓએ પ્રાણીઓ ના જતન રક્ષણ બાબતે પોતાનુ વ્યક્તવય આપેલ..જેમા વન વિભાગ અધિકારી ઠાકરશીભાઈ ચૌહાણ દવારા વિદ્યાર્થીઓને વન્ય જીવ વન્ય પ્રાણીઓનો પરિચય કરાવી તેનુ જતન અને રક્ષણ કરવુ તે આપના સર્વની નૈતિક ફરજ છે, તે બબાતે પોતાના વિચારો કાર્યો બાબતે સમજ આપી હતી. શિબિરમા કે.બી ગોહિલ  RFO,દશરથસિંહ સરવૈયા ફોરેસ્ટ ગાર્ડ, રાળગોન ગામના યુવા સરપંચ રાજુભાઈ લાધવાએ હાજરી આપી હતી.

Related Posts