રામનવમીના પાવન અવસર પર અયોધ્યામાં રામલલાનો સૂર્યાભિષેક

મર્યાદા પુરષોત્તમ પ્રભુ શ્રી રામના લલાટ પર આહ્લાદક સૂર્ય તિલક
રામનવમીના પાવન અવસર પર ઉત્તર પ્રદેશમાં અયોધ્યા ધામમાં ભવ્ય ઉત્સવનો નજારો જાેવા મળ્યો હતો. રામલલાની જન્મભૂમિ પર રામનવમીની વિશેષ તૈયારીઓ કરાઈ રહી છે. રવિવારે બપોરે ૧૨ વાગ્યે રામલલાનો જન્મ સમયે રામલલાના મસ્તક પર સૂર્ય કિરણોથી અભિષેક કરવામાં આવ્યું છે. આ આહ્લાદક નજારાથી રામભક્તો ભક્તિમય બન્યા છે. રામ મંદિરમાં આ બીજી જન્મજયંતિ છે.
ભક્તોમાં પંજીરીનો ખાસ પ્રસાદ વહેંચવામાં આવ્યો છે. રામલલા ભક્તોની હાજરીમાં મોડી રાત સુધી દર્શનીય રહેશે. રામ નવમી પર સવારે ૪:૩૦ વાગ્યે નિર્ધારિત સમયે મંગળા આરતી કરવામાં આવી હતી. દર્શન સાંજે ૬:૩૦ વાગ્યા સુધી શરૂ રહેશે. રામનવમી માટે ફૈંઁ પાસ બનાવવામાં નથી આવ્યા. સવારે ૯:૩૦ વાગ્યે રામલલાનો સૌપ્રથમ અભિષેક કરવામાં આવ્યો હતો. રામનવમીને લઈને રામલલાને વિશેષ શણગાર કરવામાં આવ્યો છે.
રામ નવમીના દિવસે બપોરે ૧૨ વાગ્યાથી ૧૨:૦૪ વાગ્યા સુધી સૂર્ય કિરણો કપાળની બરાબર મધ્યમાં હતું. રામલલાની મૂર્તિના કપાળ પર સૂર્ય તિલક લગભગ ૪ મિનિટ સુધી રાખવામાં આવ્યું હતું. રામભક્તો દૂરદર્શન તેમજ પોતાના મોબાઈલ પર જ સૂર્યાભિષેકનું લાઇવ પ્રસારણ માણી રહ્યા હતાં.
ઉનાળાનો સમય છે તેથી પીવાના પાણી અને શુદ્ધ પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. આવનારા ભક્તો માટે પાણીની બોટલની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. લોકોને તડકામાં ઉભા ન રહેવું પડે તે માટે હનુમાનગઢીની આસપાસ હંગામી ટેન્ટની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમના માથા પર પડછાયો રહે. વિવિધ સ્થળોએ કુલરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
અયોધ્યામાં દરેક જગ્યાએ ચટાઈઓ પણ નાખવામાં આવી રહી છે, જેથી લોકોને ગરમીમાં લાંબા સમય સુધી ઉભા રહેવાની સમસ્યાનો સામનો ન કરવો પડે. અયોધ્યામાં સતત સ્વચ્છતાની વ્યવસ્થા રાખવામાં આવી છે. સમગ્ર અયોધ્યાને સુશોભિત જીવનથી શણગારવામાં આવ્યું છે. રામ નવમી એ અયોધ્યાનો સૌથી મહત્વપૂર્ણ સાંસ્કૃતિક તહેવાર છે.
Recent Comments