રાજકોટનાં વિવાદિત રમેશ ફેફરે પોતાનાં ઘરે આપધાત કર્યો હોવાની ઘટના બની છે. ઘણા સમયથી એકલતા અનુભવતા રમેશ ફેફરે પોતાનાં ઘરે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાનાં પ્રાથમિક અહેવાલ છે. રમેશ ફેફરે અગાઉ મીડિયા સમક્ષ પોતે ભગવાનનો દસમો અવતાર એટલે કે કલ્કિ અવતાર હોવાનો દાવો કર્યો હતો.
રાજકોટનાં કાલાવડ રોડ વિસ્તારમાં રહેતા અને વિવાદિત રમેશ ફેફરે આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. રમેશ ફેફરે પોતાનાં ઘરમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાની પ્રાથમિક માહિતી છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસની ટીમ બનાવ સ્થળે પહોંચી છે અને મૃતદેહને પીએમ અર્થે મોકલી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસ અનુસાર, રમેશ ફેફર છેલ્લા ઘણા સમયથી ઘરે એકલા રહેતા હતા અને એકલતાથી કંટાળીને આ પગલું ભર્યું છે.
મૃતક રમેશચંદ્ર ફેફર છેલ્લા ઘણા વર્ષોથી એકલા રહેતા હતા. તેમના પત્ની અને પુત્ર વિદેશમાં રહે છે. તેમના આપઘાતનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આ ઘટના અંગે વધુ તપાસ ચાલી રહી છે.


















Recent Comments