સૌરાષ્ટ - કચ્છ

કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાએ કરેલ પ્રયાસોથી રાણાવાવને મળી ભેટ

પોરબંદર લોકસભા મતવિસ્તારના સાંસદ અને કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી, ડૉ. મનસુખ માંડવિયાના પ્રયાસોથી આ વિસ્તારમાં ઔદ્યોગિક અને રોજગારલક્ષી વિકાસને વધુ એક મોટી સફળતા મળી છે. રેલવે મંત્રાલય દ્વારા રાણાવાવ ખાતે વંદે ભારત ટ્રેનો માટે ₹135.58 કરોડના ખર્ચે અત્યાધુનિક ઇન્ટિગ્રેટેડ કોચિંગ ડિપો (ICD) ના નિર્માણને મંજૂરી આપવામાં આવી છે. આ નિર્ણયથી પોરબંદર અને આસપાસના વિસ્તારોમાં ઉદ્યોગ અને રોજગાર નિર્માણને વેગ મળશે. આ પ્રોજેક્ટ હેઠળ, રાણાવાવ ખાતે વંદે ભારત ટ્રેનોની જાળવણી અને સારસંભાળ માટે જરૂરી તમામ આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરવામાં આવશે. આ ડિપો વંદે ભારત ટ્રેનોની ઓપરેશનલ કાર્યક્ષમતા અને ક્ષમતામાં નોંધપાત્ર વધારો કરશે. આ વ્યૂહાત્મક પહેલ એ વંદે ભારત સહિત અન્ય ટ્રેનો માટેની જાળવણી સુવિધાઓના વિકાસની વિશાળ રાષ્ટ્રીય યોજનાનો એક ભાગ છે. રાણાવાવમાં આ નવા ઇન્ટિગ્રેટેડ કોચિંગ ડિપોની સ્થાપના થકી વંદે ભારત અને LHB જેવી વિવિધ પ્રકારની ટ્રેનો માટે એકીકૃત અને આધુનિક જાળવણી સુવિધા ઉપલબ્ધ બનશે, જે રેલવે સેવાઓને વધુ સુદ્રઢ બનાવશે.

Related Posts