દેશના સ્વાતંત્ર્ય પર્વ પૂર્વે સમગ્ર દેશ, રાજ્ય અને અમરેલી જિલ્લો દેશભક્તિના રંગે રંગાશે.
સમગ્ર જિલ્લામાં ‘હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છ’ અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. તા.૧૦ થી તા.૧૨ ઓગસ્ટ દરમિયાન ગ્રામ્ય, નગરપાલિકા અને તાલુકા કક્ષાએ અનેકવિધ કાર્યક્રમો યોજાશે.
હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત શિક્ષણ વિભાગ હસ્તકની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં તા.૦૬/૦૮/૨૦૨૫ થી તા.૧૨/૦૮/૨૦૨૫ સુધીના દિવસો દરમિયાન વિવિધ સ્પર્ધાઓનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
વિવિધ શાળાઓ ખાતે વિદ્યાર્થીઓએ રંગોળી સ્પર્ધા, તિરંગા વિષયક ક્વિઝ સહિતના કાર્યક્રમોમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. બાળકોએ હર ઘર તિરંગા અભિયાનને વેગવંતુ બનાવ્યું હતુ.
દેશભક્તિના રંગોમાં રંગાયેલા બાળકોએ ઓપરેશન સિંદૂરની ભવ્ય સફળતાને બિરદાવતા અને સરહદ પરના જવાનોનો જુસ્સો વધારવા માટે શુભેચ્છાઓ પાઠવતા પોસ્ટ કાર્ડ મોકલ્યા હતા, તેમ અમરેલી જિલ્લા શિક્ષણાધિકારી શ્રી ગોહિલે એક અખબારી યાદીમાં જણાવ્યુ છે.


















Recent Comments