દેશનાં 77મા પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ શ્રીજી વિદ્યાર્થી ભુવન તેમજ માનવસેવા અને રાષ્ટ્રધર્મને વરેલ સંસ્થા સંવેદન ગૃપ અમરેલીનાં સંયુક્ત ઉપક્રમે “રાષ્ટ્ર ગૌરવ ગાન” તથા પેન્ટર ડી.જી.મહેતા કૃત કલા પ્રદર્શન “મિટ્ટી કી ખુશ્બુ” રાખવામાં આવેલ. જેને અમરેલી લોકસભાનાં સાંસદ ભરતભાઈ સુતરિયા, જીલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી, સૌરાષ્ટ્ર નાગરિક શરાફી સહકારી મંડળીના ચેરમેન અનિલભાઈ વેકરિયા, ડૉ. કાનાબાર સાહેબ, શીતલ આઈસ્ક્રીમના દિનેશભાઈ ભુવા, જીલ્લા શિક્ષણાધિકારી ગોહિલ સાહેબ, વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ વિજયભાઈ દેસાઈ, મંત્રી ઈતેશભાઈ મહેતાએ પ્રારંભ કરાવેલ.
અમરેલીનાં જાણીતાં ગાયક સિકંદરખાન પઠાણ, છાયાબેન મહેતા, વત્સ મહેતાએ સુરીલા સ્વર રેલાવી શ્રોતાઓને ડોલાવ્યા હતાં. જેનાં કારણે દેશની સરહદો સુરક્ષિત છે એવાં યુવા સૈનિકો આફતાબ શેખ (વેસ્ટ બંગાળ), સન્ની મકવાણા (નેપાળ બોર્ડર), કૌશિક મહેતા (છતિસગઢ), હસન પઠાણ (કોબ્રા બટાલિયન આસામ)ની વિશેષ ઉપસ્થિતિએ વાતાવરણ જોષભર્યુ બન્યું હતું. આ કાર્યક્રમમાં જીલ્લા ભાજપના મેહુલભાઈ ધોરાજીયા, શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ ચોટલિયા, ડૉ. ભાનુભાઈ કીકાણી, ડૉ. ચંદ્રેશ ખુંટ, મુકુંદભાઈ મહેતા, ભીખુભાઈ જોષી, નગર સેવક તુલસીભાઈ મકવાણા, અલકાબેન ગોંડલિયા, જયશ્રીબેન કાનાણી, દિવ્યેશ વેકરિયા, પ્રફુલ્લભાઈ બાટવિયા, ભાવેશભાઈ સોઢા, નાથુભાઈ ધાધલ, રાકેશ સાવલિયા, મુકેશ તેરૈયા, સપ્તક ક્લબના આશાબેન દવે, નીકુબેન પંડ્યા, કેવલ મહેતા, કિશોરભાઈ આજુગિયા, નીલદીપસિંહ ગોહિલ, સંજયભાઈ, પરેશભાઈ, વર્ષિલ મોવલિયા સહિત સેંકડો રાષ્ટ્રપ્રેમી ભાઈઓ-બહેનો તેમજ સંસ્થાનાં વિદ્યાર્થીઓએ ઉલ્લાસભેર માણ્યો હતો.
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શ્રીજી વિદ્યાર્થી ભુવનનાં સંચાલક દિપકભાઈ વઘાસિયા, વિલાસબેન સાથે સંવેદન ગૃપનાં વિપુલ ભટ્ટી, ધર્મેન્દ્ર લલાડિયા, દિપક મહેતા, સંજય સવાણી, દિલીપ રંગપરાએ જહેમત ઉઠાવી હતી.


















Recent Comments