ભાવનગર

ધારાસભ્ય ભીખાભાઈ બારૈયાના અધ્યક્ષસ્થાને પાલીતાણા તાલુકા કક્ષામાં રવિ કૃષિ મહોત્સવનો આરંભ કરાયો

ભાવનગર જિલ્લાના પાલીતાણા માર્કેટયાર્ડ ખાતે ધારાસભ્યશ્રી ભીખાભાઈ બારૈયાના અધ્યક્ષસ્થાને પાલીતાણા તાલુકામાં રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૪નો આરંભ કરવામાં આવ્યો હતો.પાલીતાણાના ધારાસભ્યશ્રી ‌ભીખાભાઈ બારૈયા તેમજ કૃષિ નિષ્ણાંતો દ્વારા ખેડૂતોને વિવિધ ખેડૂતલક્ષી યોજનાઓ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.આ અવસરે પ્રગતિશીલ ખેડૂત શ્રી મનસુખભાઈએ પોતાના પ્રતિભાવો રજૂ કર્યાં હતા. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે  વિવિધ યોજનાઓ હેઠળ ખેડૂતોને સહાય આપવામાં આવી હતી.પ્રાંત અધિકારીશ્રી અંકિતકુમાર પટેલે સૌનું સ્વાગત કરી કાર્યક્રમની રૂપરેખા આપી હતી.ધારાસભ્યશ્રી સહિત ઉપસ્થિત મહાનુભાવોએ ડ્રોન ટેકનોલોજી નિદર્શન નિહાળ્યું હતું. ધારાસભ્યશ્રીએ સ્ટોલધારકો‌ સાથે સંવાદ કરી પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. વિવિધ વિભાગ દ્વારા ઊભા કરવામાં આવેલા સ્ટોલ પરથી ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી જીગરભાઈ વાઘેલા, ઉપપ્રમુખશ્રી, મામલતદારશ્રી યુ.એ.ચૌહાણ સહિત જિલ્લા-તાલુકાના પદાધિકારીઓ, અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત ‌રહ્યા હતાં.

Related Posts