RBIના નિર્દેશોનું પાલન નહીં કરતા મહેસાણા અર્બન કો-ઓપરેટીવ બેંકને ૫.૯૩ કરોડનો દંડ ફટકારવામાં આવ્યા
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના નિર્દેશોનું પાલન નહીં કરતા ઇમ્ૈં દ્વારા દંડ ફટકારવામાં આવ્યો છે. મહેસાણા અર્બન કો-ઓપરેટીવ બેંકને અપાયેલી નોટિસ બાદ પણ ૫ ખામીઓ નીકળતા દંડ ફટકારાયો હોવાનું જાણવા મળે છે. ઇમ્ૈંએ મહેસાણા અર્બન બેંકને દંડ ફટકાર્યો છે. મળેલી માહિતી મુજબ ઇમ્ૈંના નિર્દેશોનું પાલન નહીં કરતા બેંકને દંડ ફટકાર્યો છે. ૩૧ માર્ચ ૨૦૨૨ના રોજ બેંકનું વૈધાનિક નિરીક્ષણ કરાયું હતું અને નિર્દેશોનું પાલન કરવા પત્ર વ્યવહારથી સૂચના પણ અપાઈ હતી. બાદમાં બેંકને કારણદર્શક નોટિસ પણ અપાઈ હતી.
નોટિસ બાદ ૫ ખામીઓ નીકળતા દંડ ફટકારાયો છે.મહેસાણા અર્બન કો-ઓપરેટીવ બેંક લી.ને ૫.૯૩ કરોડનો દંડ ફટકારાતા જિલ્લામાં ખળભળાટ મચી ગયો છે. મળેલી માહિતી મુજબ ધિરાણ સુવિધાઓ મંજૂર અથવા નવીનીકરણ કરી હતી, જ્યાં ડિરેક્ટરો અથવા તેમના સંબંધીઓ રસ ધરાવતા હતા અને સાયબર સુરક્ષા ફ્રેમવર્ક હેઠળ સાયબર સુરક્ષા નિયંત્રણ પગલાં પણ લેવાયા નથી . ઉપરાંત દ્ગઁછ નોન પર્ફોર્મિંગ એસેટ્સ તરીકે અમુક ઉધાર લેનારાઓની ધિરાણ સુવિધાઓનું વર્ગીકરણ નથી . ઘણા વ્યક્તિગત ગ્રાહકોને બહુવિધ અનન્ય ગ્રાહક ઓળખકાર્ડ ફાળવ્યા હતા તથા ટ્રસ્ટ કે સંસ્થાને દાન આપ્યું જેમાં તેના ડિરેક્ટર હોદા પર હતા કે રુચિ ધરાવતા હતા.
Recent Comments