Re: નઈ તાલીમની છાત્રાલયમાં ધોરણ ૧૦-૧૨ અને ગ્રેજ્યુએટ પોસ્ટ ગ્રેજ્યુએટ ની ૨૦૦ બહેનોને ₹ ૬.૦૦૦૦૦ ની શૈક્ષણિક સહાય અર્પણ
ભાવનગર શિશુવિહાર ખાતે નઈ તાલીમની શાળાઓમાં છાત્રાલયમાં અભ્યાસ કરતી ધોરણ ૧૦-૧૨ અને ગ્રેજ્યુએટ પોસ્ટ ગ્રેજ્યુએટ ની ૨૦૦ બહેનોને ₹ ૬.૦૦૦૦૦6,ની શૈક્ષણિક સહાય અર્પણ કરવામાં આવી વંદનાબેન મુકેશભાઈ ભટ્ટ ના આર્થિક સહયોગથી સતત ૨૩ માં વર્ષે શિશુવિહારમાં યોજાયેલ કન્યા કેળવણી પુરસ્કાર કાર્યક્ર માં ડૉ. ભદ્રાયુભાઈ વછરાજાની એ ગામડામાં રહીને ભણતી દીકરીઓ પ્રત્યેની શિશુવિહાર ની કાળજી ને બિરદાવી હતી. તારીખ ૨૨ જૂન ગુરુવારે શહેર ધારાસભ્ય સેજલબેન પંડ્યા ની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલ કાર્યક્રમ થકી વેસ્ટ પ્લાસ્ટિક નો શ્રેષ્ઠ ઉપયોગ પ્રદર્શિત કરનાર બહેનોને પણ પુરસ્ક્રુત કરવામાં આવી હતી. શિશુવિહાર સંસ્થા પરિસરમાં યોજાયેલ કાર્યક્રમ ના પ્રારંભે સંસ્થાના મંત્રી ડોક્ટર નાનકભાઈ ભટ્ટ એ સહુનું અભિવાદન કરીને છેલ્લા ૨૩ વર્ષમાં અપાયેલ ₹ ૬૧ લાખની માતબર સહાય વિષયે અહેવાલ આપ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંકલન ડોક્ટર નેહલભાઈ ત્રિવેદી એ કર્યું હતું… ભોજન બાદ સંપન્ન થયેલ કાર્યક્રમનું સંકલન શ્રી હીનાબેને કર્યું હતું.
Recent Comments