અમરેલી

પી.સી.પી.એન.ડી.ટી એક્ટ-૧૯૯૪ અન્વયે રજિસ્ટર્ડ ડોક્ટર્સનો રિ-ઓરિએન્ટેશન વર્કશોપ યોજાયો

અમરેલી જિલ્લા વિકાસ અધિકારીશ્રી પરિમલ પંડ્યાની વિશેષ ઉપસ્થિતિમાં જિલ્લાના રજિસ્ટર્ડ ડોક્ટર્સનો રિ-ઓરિએન્ટેશન વર્કશોપ યોજાયો હતો.

અમરેલી ખાતે પી.સી.પી.એન.ડી.ટી એક્ટ-૧૯૯૪ અન્વયે યોજાયેલા આ વર્કશોપમાં, ગાંધીનગર નિવૃત મદદનીશ નિયામકશ્રી (એમ.સી.એચ.) ડૉ. આર.આર. વૈધ દ્વારા પી.સી. એન્ડ પી.એન.ડી.ટી એક્ટના અમલીકરણ તથા ક્લિનીક કક્ષાએ નિભાવવાના રેકર્ડ રજિસ્ટર, ફોર્મ-એફ, માસિક રિપોર્ટ, નવા રિન્યુઅલ રજિસ્ટ્રેશન અને અન્ય કાયદાકીય બાબતો વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

વર્કશોપમાં, અમરેલી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.આર.એમ.જોષીએ ઉપસ્થિત સૌને આવકાર્યા હતા. આર.સી.એચ.ઓ. શ્રી શ્રી અખિલેશકુમારે આભાર વ્યક્ત કર્યો હતો, તેમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.

Related Posts