બીજી વખત અમેરિકાના પ્રમુખ બન્યા બાદ દરરોજ કોઈ નવા ર્નિણયો લેતા નજરે પડી રહ્યા છે. બાદમાં તેઓ તે ર્નિણયમાં મોટા ફેરફાર કરતા પણ જાેવા મળ્યા છે. ટ્રમ્પે ચીની વસ્તુઓની આયાત પર ભારે ટેરિફ મૂકીને ટ્રેડવૉરની શરૂઆત કરી છે. ટ્રમ્પે દુનિયાના અનેક દેશો પર ટેરિફની જાહેરાત કરી હતી, જાેકે બાદમાં ર્નિણય પાછો ખેંચીને ૯૦ દિવસનો સમય આપ્યો હતો. ત્યારે હવે બ્લૂમબર્ગના અહેવાલ અનુસાર ટ્રમ્પે અમુક વસ્તુઓને ટેરિફમાં છૂટ આપવાનો ર્નિણય લીધો છે. જેમાં સ્માર્ટફોન, લેપટોપ અને સેમીકંડક્ટર ચિપ્સ પર રેસિપ્રોકલ ટેરિફ નહીં લાગે.
મહત્વનું છે કે, આ ર્નિણય ટ્રમ્પ દ્વારા ચીનથી આયાત કરાયેલી વસ્તુઓ પર ૧૪૫ ટકા ટેરિફ અને અન્ય દેશોથી આવનારા ઉત્પાદનો પર ૧૦ ટકા બેઝલાઇન ડ્યૂટી લગાવાયા બાદ લીધો છે. આ ર્નિણય ખાસ કરીને એપ્પલ જેવી મોટી ટેક કંપનીઓ માટે મહત્ત્વપૂર્ણ છે, જે પોતાના મોટાભાગના ઉત્પાદનો ચીનમાં ઉત્પાદિત અને એસેમ્બલ થાય છે.
સ્માર્ટફોન, લેપટોપ અને ચિપ્સ પર નહીં લાગે રેસિપ્રોકલ ટેરિફ: અમેરીકી સરકાર

Recent Comments